ચુડાના કોરડ ગામની ટીંબાવાળી સીમમાં શ્રાવણીયા જુગારધામ પર LCB ના દરોડા, 10 આરોપી સહિત 1 મહિલા ઝડપાઇ - At This Time

ચુડાના કોરડ ગામની ટીંબાવાળી સીમમાં શ્રાવણીયા જુગારધામ પર LCB ના દરોડા, 10 આરોપી સહિત 1 મહિલા ઝડપાઇ


રોકડા રૂ.1,34,400 તથા મોટરસાયકલ નંગ 3 રૂ.60,000 તથા મોબાઇલ નંગ 10 રૂ.50,000 સહિત કુલ રૂ.2,44,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો, 1 આરોપી રફુચક્કર

સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ જે જે જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઇ એન એ રાયમા સાહેબના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિંગ હાથ ધરતાં એલસીબી ટીમના પીઆઇ, પીએસઆઇ, પો.હે.કો.‌ વિજયસિંહ પરમાર, કુલદીપભાઇ બોરીયા, રવિભાઈ પરાલીયા, કીશનભાઈ ભરવાડ, વુ.પો.કો. રૂપાબેન જાની સહિત સમગ્ર ટીમ દ્વારા બાતમી આધારે થોડા પોલીસ સ્ટેશનના કોરડા ગામની ટીંબાવાળી સીમમાં આવેલ વાડીના શેઢે આવેલ ઓરડી પાસે જાહેરમાં ચાલતા જુગાર ધામ પર દરોડો પાડતાં 11 ઈસમો જેમાં હસમુખભાઈ ગોવિંદભાઈ બાવળીયા રહે, ગઢસીરવાણીયા સાયલા, થોભણભાઈ ઝવેરભાઈ ધોરીયા રહે, ખીટલા સાયલા, નરેશભાઈ કનાભાઇ મકવાણા રહે, કોરડા સાયલા, દલસુખભાઈ વાલજીભાઈ જોગરાજીયા રહે, કોરડા ચુડા, મનસુખભાઈ પાલાભાઈ મકવાણા રહે, કોરડા ચુડા, ભરતભાઈ જિલાભાઈ લીંબડીયા રહે, કોરડા ચુડા, હસમુખભાઈ લખમણભાઇ મકવાણા રહે, થોરીયાળી સાયલા, કલ્પેશભાઈ રૈયાભાઈ માલકીયા રહે, કોરડા ચુડા, ગુલાબભાઈ શિવાભાઈ ચાવડા રહે, થોરીયાળી સાયલા, આલાભાઇ મોતીભાઈ નાગર રહે, થોરીયાળી સાયલા સહિત એક મહિલા ઈસમ તથા ફરાર આરોપી ભાવેશભાઈ સંધાભાઈ શેખ રહે, કોરડા ચુડા વાળાઓ પાસેથી રોકડા રૂ.1,34,400 તથા મોબાઇલ ફોન નંગ 10 કિ.રૂ.50,000 તથા મોટરસાયકલ નંગ 3 કિ.રૂ.60,000 સહિત સમગ્ર કુલ મળીને રૂ.2,44,400 ના મુદ્દામાલ કબજે કરી તમાંમ આરોપી વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.