બોટાદની JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં શિવ આરાધના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી - At This Time

બોટાદની JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં શિવ આરાધના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)

શ્રી શાંતિમંગલમ ટ્રસ્ટ સંચાલિત શ્રી JNB જ્ઞાનમંજરી વિદ્યાપીઠ - બોટાદ ખાતે " શ્રાવણ માસના સોમવાર " નિમિત્તે શિવ આરાધના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. પવિત્ર શ્રાવણ માસનો ગત સોમવારથી પ્રારંભ થયો હતો. સોમવાર અને શ્રાવણ માસનો સંયોગ શિવભક્તો માટે અનેરુ મહત્વ ધરાવે છે. ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે 101 વિદ્યાર્થીઓ ઘરેથી જાતે માટીની શિવલિંગ બનાવીને લાવ્યા હતા તેમજ શાળામાં બરફની 5 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી શિવલિંગ બનાવવામાં આવી હતી. શાળાના કેમ્પસ ડાયરેક્ટર હિતેશભાઈ લીંબડીયા, સંચાલક અને આચાર્ય મનુભાઈ જાદવ, સમગ્ર શૈક્ષિણક તેમજ બિનશૈક્ષિણક સ્ટાફ દ્વારા શિવલિંગને બિલિપત્ર, દુધ અને જલ સહિત વિવિધ દ્રવ્યો અર્પણ કરી ભગવાનનો અભિષેક, સેવા પૂજા , મહાઆરતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આમ શ્રાવણ માસના બીજા સોમવારે શાળામાં હરહર મહાદેવ અને ૐ નમઃ શિવાયના નાદ ગુંજ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.