બોટાદની એસ.જી દાણી પ્રાથમિક વિદ્યાલયની વિદ્યાર્થીઓની જળહળતી સિદ્ધિ - At This Time

બોટાદની એસ.જી દાણી પ્રાથમિક વિદ્યાલયની વિદ્યાર્થીઓની જળહળતી સિદ્ધિ


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
બોટાદ નાં પાળીયાદ રોડ પર આવેલ વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી સૂર્યાબહેન જમુભાઈ દાણી પ્રાથમિક વિદ્યાલય સ્કૂલ ગેમ્સ 2024 ભાગ લીધેલ અને શાળાના વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ બોટાદ જિલ્લાની આંતર શાળાકીય ગેમ્સનું આયોજન બોટાદ ની આદર્શ સ્કુલ ખાતે કરવામાં આવેલ. જેમાં આ શાળાના ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ.જેમાં અંડર 14 માં કરાટે માં વિવિધ કેટેગરી અને વજનના આધારે ભાઈઓમાં પરમાર તન્વીર વિપુલભાઈએ પ્રથમ નંબર, મોરી કૃષ્ણદીપ સહદેવભાઈએ દ્વિતીય નંબર તેમજ બહેનોમાં બારૈયા દર્શના મુન્નાભાઈએ પ્રથમ નંબર અને પરમાર ધ્યાની અજયભાઈએ દ્વિતીય નંબર મેળવી પોતાનું, માતા-પિતાનું અને શાળાનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા પરિવાર વતી ખૂબ - ખૂબ અભિનંદન આપવામાં આવેલ. આવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ થાય શુભેચ્છા પાઠવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.