બાગાયત ખાતા દ્રારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે બે નવી મંજુર થયેલ યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ - At This Time

બાગાયત ખાતા દ્રારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે બે નવી મંજુર થયેલ યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ


*બાગાયત ખાતા દ્રારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે બે નવી મંજુર થયેલ યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાયુ*
******
સાબરકાંઠા જીલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડુતો/વ્યક્તિગત/સંસ્થા માટે ચાલુ નાણાકિય વર્ષે નવી બે યોજના “બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા/ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પુરી પાડવા કાર્યક્રમ તથા રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા (૧૦,૦૦૦ મે. ટન સુધી) વધારવા અંગેનો કાર્યક્રમ રાજ્ય સરકાર દ્રારા અમલમાં મુકાયો છે. આ યોજનાઓનો ઉદેશ્ય બાગાયત ક્ષેત્રે કલેક્શન, ગ્રેંડીગ, શોર્ટીગ પેકિંગ એકમો, સંગ્રહ વ્યવસ્થા ફૂડ ટેસ્ટિંગ/કોલ્ડ ચેઇન, પ્રાયમરી કે મિનિમલ પ્રોસેસિંગ જેવી માળખાકિય સુવિધાઓ માટે ખેડુતો/સંસ્થાને સહાયથી પ્રોત્સાહિત કરવામાં આવે તો ખેડુતોના ઉત્પાદનોમાં કાપણી પછી થતાં નુકશાન અટકાવી શકાય, બજારોમાં માલના ભરાવાથી થતો ભાવમાં ઘટાડા સામે રક્ષણ આપી શકાય, ખેડુતો મુલ્ય વર્ધન કરી વધુ આવક મેળવી શકે તથા ભવિષ્યમાં e-NAM સામે આવી સુવિધાને સાંકળી રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય બજારો સુધી માલ પહોચાડી શકાય. જેથી આ યોજનામાં લાભ લેવા માંગતા ખેડુતો/સંસ્થા માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૧૨/૦૮/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. ખેડુતો/સંસ્થાએ ઓનલાઇન આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ આ અરજી સાથે પ્રોજેક્ટ બેઝ ક્રેડીટ લીંક બેંક દરખાસ્ત તથા જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, સી-બ્લોક, ભોયતળીયે, બહુમાળી ભવન, હિંમતનગર, સાબરકાંઠા ખાતે પહોચાડવાની રહેશે.એમ નાયબ બાગાયત નિયામક, હિંમતનગરની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.
************

રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.