વાગડ વેલ્ફેર હોસ્પિટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિષ્નાનગર આહીર સમાજવાડી, ચોબારી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
જય ધન્વંતરી
વાગડ વેલ્ફેર હોસ્પિટલ અને ચિકિત્સા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૧/૮/૨૪ ને રવિવારે સવારે 9 થી 2 વાગીયા સુધી ક્રિષ્નાનગર આહીર સમાજવાડી, ચોબારી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પની શરૂઆત સરપંચ વેલજીભાઈ આહીર અને સમાજનાં અગ્રણીઓ અને ટ્રસ્ટીઓ તથા કેમ્પ ના ડોક્ટર શ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી. જેમાં ડૉ. નીખીલેશ પટેલ, ડૉ. ભરત રાઠોડ, ડૉ.પાર્થ સુથાર, ડૉ.પાર્થ ભટ્ટ, ડૉ.પૂજા ધામી, ડૉ.મોહનલાલ ચૌધરી, ડૉ.ભર્ગ અંતાણી અને ડૉ.હિતેશ મૂછડિયા દ્વારા સેવા આપવા મા આવી.આ કેમ્પ મા બ્લડ પ્રેસર, ડાયાબિટીસ , દરેક પ્રકાર નાં દુખાવા તથા જનરલ બધા રોગોની દરેક દર્દી ની સંપૂર્ણ તપાસ કરી 5 દિવસ ની દવા ફ્રી આપવામાં આવી. જે દર્દીઓ ને કાયમી દવા લેતા હોય તેવા દર્દીઓ ને ચિકિસ્તા મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજીસ્ટ્રેશનકાર્ડ બનાવીને રાહત દરે પૂરી પાડવામાં આવશે. આ કેમ્પ માં ૨૮૪ થી વધુ દર્દીઓ લાભ લીધો અને કેમ્પ માં બતાવનાર આંખના ૨૪ જરૂરિયાત વાળા દર્દીઓ ને મોતિયાના ઓપરેશન વાગડ વેલ્ફર હોસ્પિટલ દ્વારા મફત કરી આપવામાં આવશે. આ કેમ્પ મા મનફરા ના આરોગ્ય સુપર વાઇઝર સૂર્યકાન્તભાઈ અને તેમની ટીમ દ્વારા ખુબ સાથ સહકાર આપવામાં આવીયો. આ કેમ્પ નું સંપૂર્ણ સંચાલન ચિકિસ્તા મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ શ્રી ભાવેશ ભટ્ટ અને ડૉ.પંકજસિંહ ચાવડા અને વાગડ વેલ્ફર હોસ્પિટલ ના એડમીન હેડ શિતલભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ.
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.