વીજચોરો સામે તંત્રની લાલ આંખ: બોટાદમાં પીજીવીસીએલ દ્વારા વ્યાપક દરોડા
વીજચોરો સામે વીજતંત્રે આકરા પગલા લીધા છે. બોટાદ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેર તેમજ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરની સીધી દેખરેખ હેઠળ બોટાદ પીજીવીસીસેલ વર્તુળ કચેરી હેઠળ તા.૦૫.૦૮.૨૦૨૪ થી તા. ૦૯.૦૮.૨૪ સુધી જુદી જુદી ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત કુલ ૧૬૮ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા બોટાદ,બરવાળા, રાણપુર,પાળીયાદ, ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા ગામોમાં પોલીસ તેમજ તેમજ એસઆરપી સાથે રાખીને ઘર વપરાશના કુલ ૧૪૩૭ વીજ જોડાણો ચેક કર્યા હતા, તેમાંથી ૩૦૮ જેટલા વીજ જોડણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂ. ૯૧.૮ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વાણીજ્ય હેતુના તેમજ ઔદ્યોગિક હેતુના કુલ ૩૨૧ વીજ જોડાણો તપાસ્યા હતા જેમાં ૫૭ જેટલા વીજજોડાણોમાં ગેરરીતિ માલુમ પડતા કુલ રૂ. ૮૧.૬ લાખનો દંડ ફટકાર્યો હતો. આમ, જેમાં કુલ ૧૭૬૩ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતાં, જે પૈકી કુલ ૩૬૬ વીજ ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી અંદાજે રૂ.૧૭૪.૯ લાખની વીજચોરીનો દંડ ફટકાર્યો છે.આગામી સમયમાં પણ વીજ ચોરી અટાકવવા આ પ્રકારની કાર્યવાહી યથાવત રાખવામાં આવશે તેમ અધિક્ષક ઈજનેર, પીજીવીસીએલ વર્તુળ કચેરી, બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.