મહીસાગર ના બાલાસિનોરમાં 20 લાખમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા 5 શખ્સ ઝડપાયા - At This Time

મહીસાગર ના બાલાસિનોરમાં 20 લાખમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા 5 શખ્સ ઝડપાયા


મુંબઇના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલની ટીમે સાથે સ્થાનિક વનવિભાગની ટીમે વેપારી બની છટકું ગોઠવ્યું*

*બાલાસિનોરમાં 20 લાખમાં હાથીના દાંત વેચવાની પેરવી કરતા 5 શખ્સ ઝડપાયા*

મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં હાથીના દાંતનું વેચાણ થતુ હોવાની બાતમીના આધારે વાઇલ્ડ લાઈફ કંટ્રોલને મળતાં, હાથીના દાંત સાથે 5 આરોપીને બાલાસિનોર સ્થાનિક વન વિભાગે ઝડપી પાડી હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરોને માહિતી મળી હતી કે, મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે હાથીના વેચાણ થઈ રહ્યુ છે. મહીસાગર વન વિભાગની ટીમ બાલાસિનોર રેન્જના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખીને વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલના કર્મચારી સાથે રહી વેપારી બની છટકું ગોઠવ્યું હતું અને હાથી દાંત વેચનાર ઇન્દ્રિશ મહમંદ શેખને મળ્યા હતા. પરંતુ ઈદ્રિશને ભનક લાગી જતાં હાથી દાંતની ડીલ કેન્સલ કરી હતી. જેથી વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના કર્મચારી અને સ્થાનિક વન વિભાગ સાથે સ્થાનિક પોલીસના માણસો રાખીને ઈદ્રીશના ઘરે રેડ કરી હતી. જેથી આરોપી ઈદ્રીશ ડરી ગયો હતો અને કબુલાત કરી હતી. ઈદ્રીશે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, મારા ઘરે હાથી દાંત નથી, પરંતુ અમારા પાર્ટનર સુલ્તાન અહમદ ગુલામનબી (રહે. પાયગા જેથી વિસ્તાર, બાલાસિનોર) ના ઘરે છે. , જેથી ટીમ દ્વારા રાત્રે 3.30 કલાકે અહમદના ઘરે રેડ કરતા અહમદની પત્ની સાહિદાબાનુ પાસેથી હાથીના દાંતના 4 ટુકડા મળી આવ્યા હતા. જેથી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ આરોપી ઈદ્રીશ મોહમ્મદ શેખ, સમીર સેફીભાઈ શેખ, અખ્તર હુસેન તાજમહંમદ શેખ, સાહિસ્તાબાનો સુલતાન અહમદ શેખ, સુલતાન અહેમદ શેખ સામે ગુનો નોંધી વધુ

તપાસ બાલાસિનોર આરએફઓ જુહી ચૌધરી દ્વારા કરાઈ રહી છે. આ શખ્સો હાથી દાંત ક્યાંથી લાવ્યા તેની તપાસ હાથ ધરી છે.

*હાથીના દાંત 4 ટુકડા કબજે લેવાયા બાલાસિનોરમાં હાથી દાંતની તસ્કરીનો પ્રથમ કિસ્સો*

બાલાસિનોરમાં હાથી દાંતની તસ્કરી નો પ્રથમ કિસ્સો સામે આવતા
ચકચાર મચી છે. વાઇલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો મુંબઈના કર્મચારીઓએ વેપારી બનીને હાથીના દાંતના 4 ટુકડાની કિંમત 20 લાખ નક્કી કરી હતી, પરંતુ આરોપીઓ રંગે હાથ ઝડપાઈ જતાં સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો અને 4 ટુકડા કબજે લેવાયા હતા*

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.