માનનીય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને અરવલ્લીના મોડાસા ખાતે તિરંગા યાત્રા યોજાઈ.
રાજ્ય સરકાર દ્વારા ૧૫ ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી 'હર ઘર તિરંગા' કાર્યક્રમની ઉજવણી કરવામા આવી રહી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે મોડાસા ખાતે ‘હર ઘર તિરંગા' અભિયાનની ભવ્ય ઉજવણી અંતર્ગત મંત્રીશ્રીની ઉપસ્થિતીમા તિરંગા યાત્રા યોજાઈ હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકામાં દેશ દાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે.
આજે મોડાસા ખાતે મંત્રીશ્રી સાથે અન્ય નાગરિકો અને મોટી સંખ્યમાં વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાઈને દેશભક્તિમાં રંગાયા હતા.મોડાસા ચોક ટાઉનહોલ ખાતેથી યાત્રાની શરૂયાત કરવામાં આવી હતી જે ડુગરવાડા ચોકડી સમાપન કરવામાં આવ્યું હતું.દેશભક્તિના ગીતો તિરંગા યાત્રામા જોડાયેલા દરેકમા રાષ્ટ્રપ્રેમ ભરતા હતા.હાથમાં તિરંગા સાથે વિદ્યાર્થીઓમાં અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.