ભારતીય વિચાર મંચ હિંમતનગર કેન્દ્ર ખાતે વિચાર ગોષ્ઠિ યોજાઈ........... - At This Time

ભારતીય વિચાર મંચ હિંમતનગર કેન્દ્ર ખાતે વિચાર ગોષ્ઠિ યોજાઈ………..


ભારતીય વિચાર મંચ હિંમતનગર કેન્દ્ર ખાતે વિચાર ગોષ્ઠિ યોજાઈ...........
ભારતીય વિચાર મંચ હિંમતનગર કેન્દ્ર દ્વારા મહેશ્વરી સેવા સમિતિ હોલ ખાતે ખાતે દીનાંક ૭/૮/૨૦૨૪ બુધવારે રાત્રે " भारत विभाजन क्यों और अखण्ड भारत कैसे ? " વિષય પર એક વિચાર ગોષ્ઠિનું આયોજન કરાયું હતું. કાર્યક્રમના
મુખ્યવક્તા તરીકે સદાનંદ દામોદર સપ્રે (NIT ભોપાલના ઇલેક્ટ્રોનિક વિભાગના ડીન અને નિવૃત્ત પ્રોફેસર) અને કેન્દ્રના વાલીશ્રી આનંદભાઈ પુરોહિત (ભારતીય વિચાર મંચ, પ્રાંત ટોળીના સદસ્ય) પણ ઉપસ્થિત રહ્યા. વકતાશ્રીનું પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. વિષય પર ભારત વિભાજન થવાના કારણો અને તેની વર્તમાનમાં અસરો તથા અખંડ ભારત માટે સમાજની પ્રબુધ્ધ સજ્જન શક્તિની ભૂમિકાને લઈ સવિસ્તાર અનેક બિંદુઓ પર વિચાર રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ભાઈઓ બહેનો મળી કુલ ૫૭ જેટલા પ્રબુધ્ધ નગરજનો સહભાગી બન્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનોજભાઈ પંડ્યાએ કરેલ તથા આભાર વિધિ દીપેશભાઈ ઉપાધ્યાયે કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.