એસટીની વિભાગીય કચેરીનું બિલ્ડિંગ તોડી નવું સેટેલાઇટ બસ સ્ટેન્ડ બનશે - At This Time

એસટીની વિભાગીય કચેરીનું બિલ્ડિંગ તોડી નવું સેટેલાઇટ બસ સ્ટેન્ડ બનશે


ગોંડલ રોડ પર 7 કરોડના ખર્ચે અદ્યતન રાજકોટ ડિવિઝન કચેરી તૈયાર

બસ સ્ટેન્ડ તૈયાર થયા બાદ જૂનાગઢ તરફની બસ અહીંથી ઉપડશે

રાજકોટ શહેરના વધી રહેલા વિસ્તારને પગલે એસ.ટી. વિભાગ દ્વારા સેટેલાઇટ બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું કે, ગોંડલ રોડ પર રાજકોટ ડિવિઝનની કચેરી અને વર્કશોપ આવેલું છે. અહીં વર્ષોથી કચેરી અને વર્કશોપ કાર્યરત હોય બિલ્ડિંગ જૂનું થઇ ગયું છે. જેથી કચેરીનું નવું બિલ્ડિંગ તૈયાર કરવા રાજ્યના પરિવહન વિભાગે મંજૂરી આપી હતી. મંજૂરી બાદ રૂ.7 કરોડના ખર્ચે તમામ સુવિધાઓ સાથેનું અદ્યતન બિલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.