અજાણ્યા વોશરૂમમાં જતા પહેલાં સાવધાન!:બેંગલુરુમાં કોફી શોપના ટોઈલેટમાંથી મળ્યો હિડન કેમેરા, ડસ્ટબીનમાં છુપાવ્યો હતો, મહિલા જોઈ જતાં પોલ ખૂલી - At This Time

અજાણ્યા વોશરૂમમાં જતા પહેલાં સાવધાન!:બેંગલુરુમાં કોફી શોપના ટોઈલેટમાંથી મળ્યો હિડન કેમેરા, ડસ્ટબીનમાં છુપાવ્યો હતો, મહિલા જોઈ જતાં પોલ ખૂલી


લોકોને બહાર જવાનો, ફરવાનો, મોજમસ્તી કરવાનો ખૂબ શોખ છે. તેમજ સારું ખાવાનું, સારી હોટેલમાં રોકાવાનું અને ફેમસ કાફેમાં દોસ્તો કે સંબંધીઓ સાથે પાર્ટી કરવાનો પણ ક્રેઝ હાલ ચાલી રહ્યો છે. ત્યારે કોઈક દિવસ આપણી આજ મજા, સજા બનીને ઊભરે તો કેવું થાય?. આપણી સાથે ક્યાં, કેવી રીતે, ક્યારે શું થઈ રહ્યું છે એનું પણ ધ્યાન નથી રહેતું. અમુક લોકો એટલા સાયકો હોય છે કે એમની હરકતોના લીધે આપણે ભોગ બનવું પડે છે. ત્યારે આજકાલ કોઈપણ અજાણી જગ્યાએ જવું હોય તો સાવધાની પણ એટલી જ જરૂરી છે જેટલું હરવું ફરવું. વાતની શરૂઆત કરતા પહેલાં અમે તમને આ બધું એટલા માટે જણાવી રહ્યા છીએ, કારણ કે તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર જાઓ તો ધ્યાનમાં રહે કે તમારે કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ... મહિલાની નજર પડી ને પોલ ખૂલી
કર્ણાટકની એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે દંગ રહી જશો. બેંગલુરુમાં કોફી શોપના વોશરૂમમાંથી હિડન કેમેરા મળી આવ્યો. તેને ટોઇલેટ શીટની સામે જ ડસ્ટબીનમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો. બે કલાક સુધી રેકોર્ડિંગ ચાલતું રહ્યું. ત્યારે જ એક મહિલાની નજર તેની પર પડી અને તેણે આ સમગ્ર પોલ ખોલી. આ ઘટના શનિવારે (10 ઓગસ્ટ) બેંગલુરુના BEL રોડ પર સ્થિત થર્ડ વેવ કોફી આઉટલેટમાં બની હતી. ડસ્ટબીન બેગની અંદર છુપાવ્યો હિડન કેમેરા
કેફેમાં હાજર એક વ્યક્તિએ આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી. તેણે કહ્યું કે, મોબાઈલને કાળજીપૂર્વક ડસ્ટબીન બેગની અંદર છુપાવવામાં આવ્યો હતો, જેમાં માત્ર કેમેરો જ દેખાતો હતો. ફોન ફ્લાઈટ મોડ પર હતો, જેથી કોલ કે મેસેજ આવે ત્યારે કોઈપણ પ્રકારનો અવાજ ન આવે. પોલીસે કોફી શોપના કર્મચારીઓની ધરપકડ કરી
વોશરૂમમાં ફોન મળ્યા બાદ મહિલાએ કેફે સ્ટાફને જાણ કરી હતી. ફોન ત્યાં કામ કરતા સ્ટાફનો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસને આ મામલાની જાણ કરવામાં આવી હતી. સદાશિવનગર પોલીસે જણાવ્યું કે, પીડિત મહિલાના મિત્રએ આ અંગે ફરિયાદ કરી હતી. આ પછી કોફી શોપના સ્ટાફની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઉંમર આશરે વીસ વર્ષની છે અને તે કર્ણાટકના ભદ્રાવતીનો રહેવાસી છે. ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 77 (મહિલાની સંમતિ વિના તેની ખાનગી તસવીરો જોવી, કેપ્ચર કરવી અને તેને ફરતી કરવી) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટ હેઠળ તેની સામે FIR નોંધવામાં આવી છે. કોફી કંપનીએ સ્ટાફને નોકરીમાંથી હાંકી કાઢ્યો
થર્ડ વેવ કોફીએ આ ઘટનાની આસપાસના વિવાદ બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી. કંપનીએ લખ્યું- બેંગલુરુમાં અમારા BEL રોડ આઉટલેટ પર બનેલી ઘટનાથી અમે દુઃખી છીએ. અમે થર્ડ વેવ કોફી પર આવી ક્રિયાઓને બિલકુલ સહન કરતા નથી. અમે તરત જ આરોપીઓને બરતરફ કરી દીધા છે. થર્ડ વેવ કોફી એ પ્રખ્યાત કોફી ચેઇન છે, જે સમગ્ર ભારતમાં આઉટલેટ ધરાવે છે. કંપનીની વેબસાઈટ અનુસાર ભારતમાં 6 શહેરોમાં તેના 90 થી વધુ કાફે છે. થર્ડ વેવ કોફીનાં એકલા બેંગલુરુમાં 10 આઉટલેટ્સ છે. હિડન કેમેરા ક્યાં લાગેલા હોઈ શકે?, કોઈ અજાણી જગ્યાએ આવી રીતે તમે ચેક કરી શકો... જો તમે હિડન કેમેરાનો શિકાર બનો તો ગભરાશો નહીં, આટલું ધ્યાન રાખો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.