ભાસ્કર ખાસ:બેરોજગારી-મોંઘવારીથી પરેશાન ચીની યુવાનો ચકલીઓની માફક ચીચીયારી પાડે છે, તેઓ પોતાનું ભવિષ્ય પણ સુરક્ષિત નથી માનતા - At This Time

ભાસ્કર ખાસ:બેરોજગારી-મોંઘવારીથી પરેશાન ચીની યુવાનો ચકલીઓની માફક ચીચીયારી પાડે છે, તેઓ પોતાનું ભવિષ્ય પણ સુરક્ષિત નથી માનતા


આ ભાગદોડ ભર્યા વિશ્વમાંથી દૂર થઇ જઉં. કાશ આવું હોય તો હું ચકલી બની જઉં. આ કલ્પનાને ચીનના કેટલાક યુવાનો હકીકતમાં બદલવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અભ્યાસ-નોકરીનો તણાવ, નોકરીની શોધનો તણાવ અથવા પછી ઘરના તણાવને ઓછો કરવા માટે તેઓ જાતે ચકલીની માફક ચીચીયારી પાડવા અને પક્ષીઓની માફક રેલિંગ ઉપર લટકવાના અને ઉછળ-કૂદ કરવાના વીડિયો બનાવી રહ્યા છે. આમાં વધારે સંખ્યામાં તે યુવાનો છે જેને ચીનમાં પોતાનું ભવિષ્ય સુરક્ષિત દેખાતું નથી. તેઓ પોતાનો તણાવ દૂર કરવા માટે આવું કરી રહ્યા છે. જેને લીધે તેઓ થોડોક સમય એવો અનુભવ કરવા માગે છે કે તે મનુષ્ય છે જ નહીં અને પોતાના ભાગમભાગ જીવનમાંથી દૂર થઇ જવા માગે છે. વાસ્તવમાં આવા યુવાનોને લાગે છે કે ચીનની અર્થવ્યવસ્થા નબળી છે. મોંઘવારીમાં ઘણો વધારો થયો છે. દર વર્ષે બેરોજગારી વધતી જાય છે. ગત વર્ષે દેશના 1.20 કરોડ યુવાનો ગ્રેજ્યુએટ થયા હતા, જે 2004ની સરખામણીએ 4 ગણા વધારે છે. આમાંથી કેટલાય બેરોજગાર છે અને કેટલાયને તેમનું મનપસંદ કરિયર મળતું નથી. ઉચ્ચ શિક્ષણ નોકરીની ગેરંટી આપતું નથી. આના કારણે યુવાનોમાં અભ્યાસ અને કરિયર બનાવવાનો ઉત્સાહ ઓછો થઇ જાય છે. ચકલી બનીને વીડિયો બનાવનાર અર્થશાસ્ત્રના 20 વર્ષીય વિદ્યાર્થી વેંગ વેહાન કહે છે કે ચીનના યુવાનોમાં આ ટ્રેન્ડ આઝાદીની તેમની ઇચ્છાનું પરિણામ છે. ચીનના સમાજ, રાજનીતિ અને અર્થશાસ્ત્રના વિશેષજ્ઞ તથા જર્મનીસ્થિત મેક્સપ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર સોશિયલ એન્થ્રોપોલોજીના નિર્દેશક જિયાંગ બિયાઓ કહે છે કે ચીનમાં આજની યુવા પેઢીને બાળપણથી જ એવંુ કહેવામાં આવ્યું છે કે જો તે બહુ અભ્યાસ કરશે અને મહેનત કરશે તો તેમને સોનેરી ભવિષ્ય મળશે, પરંતુ જ્યારે આ પેઢી મોટી થઇ તો તેમનું આ સપનું તૂટી ગયું છે. હકીકત અનિશ્ચિતતા ભરેલી છે. જેનાથી તે એટલા તણાવમાં ચાલ્યા ગયા કે જેમાંથી તેઓ બહાર આવી શક્યા નથી. સ્થિતિના વિરોધમાં ચીની યુવાનો મેગા સિટી છોડી રહ્યા છે
ચીનના યુવાનો દેશની વર્તમાન પરિસ્થિતિનો વિરોધ કરી રહ્યા છે. વધારે યુવાનો ઓછી કમાણી પરંતુ સારા જીવનને પ્રાધાન્ય આપી રહ્યા છે. દેશના શાંઘાઈ-બેઈજિંગ જેવાં મેગા સિટી મનાતાં શહેરોને હંમેશા માટે છોડી રહ્યાં છે. હવે તેઓ સૂટ-બૂટમાં ઓફિસ જવાનું છોડીને કેઝ્યુઅલ્સમાં ઓફિસ પહોંચી રહ્યા છે. ડાલી જેવાં અનેક નાના શહેરો વિકસિત થઇ રહ્યાં છે, જ્યાં વર્ક-લાઇફને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.