વઢવાણ બોડા તળાવ પાસે કન્યા છાત્રાલય ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા વિશાળ શૈક્ષણિક સંકુલ બનાવાશે. ચાર માળનુ 200 રૂમો ધરાવતુ આ બિલ્ડીંગનુ ખાતમુહુર્ત આવતી કાલે થશે. - At This Time

વઢવાણ બોડા તળાવ પાસે કન્યા છાત્રાલય ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા વિશાળ શૈક્ષણિક સંકુલ બનાવાશે. ચાર માળનુ 200 રૂમો ધરાવતુ આ બિલ્ડીંગનુ ખાતમુહુર્ત આવતી કાલે થશે.


વઢવાણ ગુજરાત રાજ્યની 1000 કન્યાઓ માટે રૂ.10 કરોડના ખર્ચે કન્યા છાત્રાલય વઢવાણ ખાતે બનાવાઇ રહ્યુ છે ચાર માળનુ 200 રૂમો ધરાવતુ આ બિલ્ડીંગનુ ખાતમુહુર્ત તા. 11-8-24ના રોજ રવિવારે થનાર છે આ તકે સમાજના ઉત્થાન માટે શૈક્ષણિક સેમીનર મગલ ભુવન વઢવાણ ખાતે યોજાનાર છે શિક્ષણ નગરી સુરેન્દરનગર જિલ્લાં શૈક્ષણિક સુંલોનવી ઓળખ ઉભી કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા વિશાળ શૈક્ષણિક સકુલ ઉભુ કરવામાં આવી રહ્યુ છે વઢવાણ બોડા તળાવ પાસે કન્યા છાત્રાલય બિલ્ડીંગ ઉભી કરવામા આવી રહી છે આ ઇમારતમાં ચાર માળની બનાવાશે જેમાં 200થી વધુ રૂમો તૈયાર કરાવાયા છે જેમાં ગુજરાત રાજ્યની 1000થી વધુ કન્યાઓ આવાસમાં રહીને અભ્યાસ કરશે આ શૈક્ષણિક સંકુલનુ ખાતમુહુર્ત 11-8-24ના રોજ રવિવારે થનાર છે જ્યારે સમાજમા ઉત્થાન માટે શૈક્ષણિક સેમીનાર મંગલ ભુવન વઢવાણ ખાતે સવારે 10 કલાકે યોજાનાર છે આ તકે અધિક પોલીસ મહાનિર્દેશક અમયસિંહ ચડાસમા, આઇએએસ રણજીતસિંહ બારડ, ભવાનીસિંહ મોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે આ શૈક્ષણિક સંકુલમાં હાલ 400થી વધુ કન્યાઓ શિક્ષણ મેળવી રહી છે જેમાં ધો.5થી 12 સુધીના અભ્યાસની વ્યવસ્થા છે આગામી સમયમાં કન્યાઓના ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઉભી કરાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.