સુરેન્દ્રનગરના વેપારીને ઓપરેશન ખર્ચનું વળતર ચુકવવા ગ્રાહક સુરક્ષા કોર્ટનો આદેશ ફરમાવ્યો.
સુરેન્દ્રનગરના જુના જંકશન રોડ પર આવેલ અમીઝરા એપાર્ટમેન્ટમાં 56 વર્ષીય વેપારી જગદીશભાઈ વાગડીયા બાબરીયા રહે છે તેઓએ નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિ.માંથી મેડીકલેઈમ પોલીસી લીધી હતી જેમાં રૂ. 3 લાખ સુધીનો વીમો કવર થતો હતો જેની મુદત તા. 11-6-23થી 10-6-24 સુધીની હતી આ દરમિયાન તેમને જમણી આંખમાં તકલીફ થતા તા. 15-2-24ના રોજ સુરેન્દ્રનગરની દોશી આઈ હોસ્પિટલમાં દાખલ થઈ મોતીયાનું ઓપરેશન કરાવ્યુ હતુ જેનું બિલ રૂ. 51,364 આવતા જગદીશભાઈએ વીમા કંપનીમાં કલેઈમ કર્યો હતો પરંતુ વીમા કંપનીએ કલેઈમની રકમ 51,364 સામે રૂ. 32 હજાર જ ચૂકવ્યા હતા આથી નારાજ થઈને જગદીશભાઈએ વકીલ વિપુલ જાની મારફત વીમા કંપની સામે સુરેન્દ્રનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેસ કર્યો હતો આ કેસ તાજેતરમાં ચાલી જતા આયોગના પ્રમુખ એ.પી.કંસારા, સભ્ય એ.સી.પંડયા અને એસ.જી.વાઘેલાએ ફરિયાદીને ઓપરેશન ખર્ચની બાકી રકમ રૂ. 18,540 દિવસ 30માં ફરિયાદ તારીખ 19-4-24થી 7 ટકાના વ્યાજ સાથે ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે જયારે માનસિક ત્રાસના વળતર પેટે રૂ. 2 હજાર અને અરજી ખર્ચના રૂ.1 હજાર ચૂકવવા પણ હુકમમાં જણાવાયુ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.