શ્રી વી.એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કૉલેજ,બોટાદ ખાતે સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રી વી.એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કૉલેજ,બોટાદ ખાતે સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી


આજ રોજ તા.૦૯/૦૮/૨૦૨૪ ના રોજ અત્રેની કોલેજમાં "વિશ્વ આદિવાસી દિવસ" ની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? તે અંગે ની માહિતી તેમજ આદિવાસી સમાજની સંસ્કૃતિ,સભ્યતા,પરંપરા તેમજ તેમના આગવા રીતરિવાજ વિશે વિદ્યાર્થિનીઓને માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમાજશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષા ડૉ.જયશ્રીબહેન સોરઠીયા દ્વારા કાર્યક્રમને અનુલક્ષી પ્રાસંગિક ઉદબોધન તથા આદિવાસી વિસ્તારમાં જઇ અને કરેલા અભ્યાસોના અનુભવો વિદ્યાર્થિની બહેનો આગળ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ વિશેષ ડૉ. જગદીશ ખાંડરા સાહેબે આદિવાસી લોક સંસ્કૃતિ વિશે રસપાન કરાવ્યું હતું. તદુપરાંત વિદ્યાર્થીની બહેનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસ વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ સમાજશાસ્ત્ર વિભાગના આસી. પ્રોફેસર શ્રી દીપકભાઈ ડાભીએ વિશ્વ આદિવાસી દિવસ વિશે તથા આદિવાસી સમુદાયના પ્રસંગોમાં વપરાતા વાજિંત્રો વિશે વિદ્યાર્થીની બહેનોને માહિતગાર કર્યા હતા. જ્યારે સમાજશાસ્ત્ર વિભાગના અન્ય આસી. પ્રોફેસર ડૉ. રવિન્દ્રભાઈ બારોટ દ્વારા આદિવાસી સમુદાયની સંસ્કૃતિ વિશે વિડીઓના માધ્યમથી વિદ્યાર્થિની બહેનોને પરિચિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થિની બહેનો દ્વારા ઉત્સાહ ભેર ભાગ લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ શ્રી વી. એમ. સાકરીયા મહિલા આર્ટ્સ કૉલેજના યશસ્વી આચાર્યા શ્રી ડૉ. શારદા બેન ડી. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.