નવાસુરજદેવળ મંદિર ટ્રસ્ટ દેવસર ની ૧૬૫૦ વિઘા જમીન શ્રીસરકાર નો હુકમ યથાવત - At This Time

નવાસુરજદેવળ મંદિર ટ્રસ્ટ દેવસર ની ૧૬૫૦ વિઘા જમીન શ્રીસરકાર નો હુકમ યથાવત


*ચોટીલા ખાતે કાઠી સમાજના નવાસુરજદેવળ મંદિર ટ્રસ્ટની ૧૬૫૦ વીઘા જમીન શ્રી સરકાર નો હુકમ યથાવત*

સુરેન્દ્રનગર જિલ્લાના ખનિજ ચોરી કરનાર ઈસમો માત્ર ખનિજ માફીયાઓ જ નહિ પરંતુ કોઈક રાજકીય તો કોઈક અધિકારીના લિબાસમાં હોય તે પ્રકારની સ્થિતિ છે. કોલસાના ગેરકાયદે ખનનમાં રાજકારણની એન્ટ્રી તો વર્ષો પહેલા થઈ ચૂકી હતી પરંતુ હવે ખરેખર આ કારોબારમાં રાજકીય નેતાઓ છે તે વાત સ્પષ્ટ પણ થઈ રહી છે. ત્યારે હાલ ચોટીલા તાલુકાના દેવસર ગામે સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ નુ મંદિર એટલે નવાસુરજદેવળ મંદિરના ટ્રસ્ટની હજારો વીઘા જમીન શ્રી સરકાર થઈ હોવાની બાબત ચર્ચાના ચકડોળે ચડી છે. જેમાં ઊંડાણ પૂર્વક વાત કરવામાં આવે તો વર્ષો પહેલા હજારો વિઘા જમીન કાઠી સમાજની આસ્થા માનવામાં આવતા સૂરજ દેવળ મંદિરને દાંન માં આપી હતી પરંતુ તે સમયની સરકાર માનવામાં આવતા રજવાડાઓ જમીનના દાન દેતા હતા અને આ વર્ષો પહેલા દાનમાં આપેલી જમીન આજની સરકારે સૂરજદેવળમંદિર ટ્રસ્ટ પાસેથી આંચકી સરકાર શ્રી કરી નાખવામાં આવી છે. જે અંગેના સરકારી હુકમ પણ સામે આવ્યા હતા આ તરફ સૂરજદેવળ મંદિર ટ્રસ્ટની ૧૬૫૦ વીઘા જમીન જે સરકાર શ્રી કરવામાં આવી તે અંગે અપીલ અરજી પણ દાખલ કરવામાં આવી હતી પરંતુ જેમાં રાજ્ય સરકારની મહેસૂલ વિભાગના નિયમો મુજબ ટ્રસ્ટની જમીન સરકાર શ્રી ન થવા અંગે નોંધ પણ કરાઈ હતી છતાં મહેસૂલ વિભાગના નિયમોને ઘોળીને પી ગયેલા સ્થાનિક તંત્ર અને અધિકારીઓ દ્વારા અપીલને માન્ય ન રાખી સૂરજદેવળ મંદિર ટ્રસ્ટની હજારો વીઘા જમીન સરકાર શ્રી રાખવાના હુકમને યથાવત રાખ્યો હતો. જ્યારે આ પ્રકારે મહેસૂલ વિભાગના પરિપત્ર છતાં પણ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલ સૂરજદેવળ મંદિરની જમીનને સરકાર શ્રી રાખવાના નિર્ણયને સમગ્ર કાઠી સમાજે વખોડી હતી કાળી કમાણી માટે હિંદુવાદી રાજ્ય સરકારે મંદિરની જમીન હડપ કરવા માટે કાવતરું તૈયાર કર્યું હોવાના આક્ષેપ કર્યા છે.આ બાબતે નવાસુરજદેવળ મંદિર ટ્રસ્ટ ૨૦૦૨ - ૨૦૦૪ થી લડત આપે છે ત્યારે ગત ૩૦-૭-૨૪ ના મામલતદાર ચોટીલા દ્વારા આ જમીન શ્રીસરકાર નો હુકમ યથાવત રાખવામાં આવતો હુકમ કરવામાં આવતાં સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ માં સરકાર સામે રોષ ભભુકી ઉઠ્યો છે


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.