આદર્શ પ્રાથમિક વિદ્યાલય તથા બાલમંદિર -હડદડ માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરાઈ
આજ તારીખ 10 -08- 2024 શનિવારના રોજ આદર્શ પ્રાથમિક વિદ્યાલયમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પ્રાર્થના ખંડમાં સિંહ વિશે વિસ્તૃત માહિતી દરમિયાન શાળાના સમગ્ર વિદ્યાર્થી તથા સ્ટાફ ગણે સિંહના મોરા પહેરી બધા વિદ્યાર્થીઓ તથા સ્ટાફને કાર્યક્રમના કન્વીનર શ્રી દક્ષેશભાઈ લવિંગિયાએ સિંહ બચાવ અંગેની પ્રતિજ્ઞાનું વાંચન કરી બધાને સિંહના સંરક્ષણ અંગે પ્રતિજ્ઞા લેવડાવેલ.સાથે સાથે કલરવ 2024- 25 પુસ્તકનું વિમોચન સંસ્થાના મે.ટ્રસ્ટી શ્રી પ્રભુભાઈ ત્રાસદીયા દ્વારા કરવામાં આવેલ. દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક વિદ્યાર્થીને કલરવ પુસ્તિકા નું વિતરણ કરવામાં આવેલ આ પુસ્તિકામાં ગયા વર્ષનો અહેવાલ તથા ચાલુ વર્ષનું સમગ્ર આયોજન આપવામાં આવેલ. સંસ્થા દ્વારા દર વર્ષે આપવામાં આવતી કલરબુક વિશે તથા આજના વિશ્વસિંહ દિવસની ઉજવણી વિશે શ્રી પ્રભુભાઈ ત્રાસદીયા સાહેબ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ.
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર સ્ટાફગણ તથા પ્રાથમિક વિભાગના બાળકો રેલી સ્વરૂપે જોડાઈને હાથમાં બેનર સાથે શાળાના આજુબાજુના વિસ્તાર સુધી ફરી સિંહ બચાવવા અંગેના સુત્રોચ્ચાર કરી રેલી કાઢી હતી. લોકોને આટલી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓને સિંહના મોરા સાથે નિહાળીને આનંદ થયો હતો. સમગ્ર વિસ્તારમાં રેલી ફરી પરત આદર્શના વિશાળ મેદાનમાં આવેલ અને ફરીથી શિક્ષકશ્રીઓ એ સિંહ બચાવવા વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરેલા તથા યોગ શિક્ષકદ્વારા યોગ, ચિત્ર શિક્ષક દ્વારા ચિત્ર સ્પર્ધા તથા સંગીત સ્પર્ધા જેવી વિશેષ પ્રવૃત્તિ કરાવેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન કન્વીનરશ્રીએ આદર્શ સ્ટાફગણના તથા વિદ્યાર્થીઓના સહકારથી સફળ બનાવેલ.
ટ્રસ્ટીશ્રીઓ તથા આચાર્યશ્રી, સુપરવાઇઝરશ્રીએ તમામ વિદ્યાર્થીઓ,સ્ટાફ ગણને વિશ્વ સિંહ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.