આજે શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય, આશ્રમશાળા, સેન્ટ મેરી સ્કુલના સંયુક્ત ઉપક્રમે આજે 10-ઓગષ્ટ-24ના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી. - At This Time

આજે શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય, આશ્રમશાળા, સેન્ટ મેરી સ્કુલના સંયુક્ત ઉપક્રમે આજે 10-ઓગષ્ટ-24ના દિવસે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી.


આજરોજ વિશ્વ સિંહ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારના માર્ગદર્શન અને સુચના મુજબ અમારી સચ્ચિદાનંદ વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ત્રણેય શાળાના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી. શરૂઆતમાં સિંહોનુ જતન, રક્ષણ થાય તે માટે આચાર્યશ્રી ફાધર વિનોદ દ્વારા પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી કાન્તિસરે વિશ્વ સિંહ દિવસનુ મહત્વ સમજાવતા જણાવ્યું કે સિંહ જંગલનો રાજા છે, સિંહ સમર્પિત દિન છે. વિશ્વભરમાં સિંહોની ધટતી વસ્તીને ધ્યાનમાં રાખીને 2013 માં બિગકેટ રેસ્કયુએ વિશ્વ સિંહ દિનની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ ઉજવણીનો હેતું લોકોમાં સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે. દુનિયાભરમાં હાલ આફ્રિકા અને ભારતના ગીરના સિંહો પ્રખ્યાત છે.ગીર એશિયાટિક સિંહોનુ એકમાત્ર નિવાસસ્થાન છે. નેશનલ અભયારણ્ય છે. સિંહો અને વન્યજીવો આપણા મિત્રો છે. તેમને નુકશાન ન કરવું જોઈએ.
ત્યારબાદ આચાર્યશ્રી ફાધરવિનોદે સર્વ વિદ્યાર્થીઓને સિંહના મોહરા પહેરાવી. સિંહો અંગે નારા લગાવી પગપાળા રેલી રૂપે ત્રણેય શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ વળાવડ ગામની ગલીઓમાં જઈને સિંહ જાગૃતિ માટે પ્રયત્નો કર્યા.ગ્રામજનોએ સર્વને આવકાર્યા. ગગનચુંબી નારા લગાવીને જનજાગૃતિ લાવવાના પ્રયાસો કર્યા.
અંતે આચાર્યશ્રી ફાધરવિનોદે સર્વનો આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્યશ્રી ફાધરવિનોદે, ફાધરસીજુ, જયસિગસરે તેમજ સર્વ સ્ટાફ ગણે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.