ઈંટથી માથું ફાડ્યું, છાતી પર બેસી માંસ કાઢ્યું:UPમાં મારઝૂડથી કંટાળી પત્નીએ એક જ ઝાટકે પતિને પતાવી દીધો, પોલીસ બાજુમાં ઊભીને જોતી રહી
'મારો પતિ ખૂબ જ ક્રૂર હતો, તે મને બહાર જવા નહોતો દેતો, રૂમમાં બંધ રાખતો અને મને ખૂબ મારતો. જે પણ પૈસા કમાવીને લાવતો હતો એ પોતાની માતાને આપી દેતો હતો. તેણે મારાં બંને બાળકોને તેમની માતા પાસે રાખ્યાં અને પછી તેમને મારાથી દૂર કરી દીધાં. આ કબૂલાત શાહજહાંપુરમાં પોતાના પતિની હત્યા કરનારી પત્નીની છે. તેણે કહ્યું હતું કે ગઈકાલે તેણે મારી પાસે 300 રૂપિયા માગ્યા અને જ્યારે મેં ના પાડી તો તેણે લાકડી લીધી. એના કારણે મેં ગુસ્સે થઈને તેના પર ઈંટ વડે હુમલો કરી તેનું માથું ફાડી નાખ્યું. તે મને વારંવાર મારતો હતો, મેં તેને એક જ વારમાં મારી નાખ્યો હતો. મારા ગુસ્સામાં મેં શું કર્યું એ વિશે હું સંપૂર્ણપણે અજાણ હતી. હાલ પોલીસે આરોપી પત્નીને પૂછપરછ બાદ જેલમાં મોકલી આપી છે અને કેસની તપાસ હાથ ધરી છે. ચાલો... જાણીએ આખો મામલો
ગુરુવારે, રોઝા પોલીસ સ્ટેશન વિસ્તારના હથોરામાં રહેતા એક વૃદ્ધ સત્યપાલની તેની પત્નીએ ઇંટ વડે માર મારીને હત્યા કરી હતી. આ પછી પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન પત્નીએ અગાઉ જણાવ્યું હતું કે તેમણે નોન-વેજ માગવા પર હત્યા કરી દીધી હતી. પોલીસે શુક્રવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચેલાં પરિવારજનોનાં નિવેદનો નોંધ્યાં હતાં. ભાઈ અને બહેન દાદી સાથે રહેતાં હતાં
આ દરમિયાન બીએમાં ભણતો સત્યપાલનો પુત્ર પણ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યો હતો. તેમણે કહ્યું કે હું અને મારી 10મા ધોરણમાં ભણતી બહેન બાળપણથી જ દાદી સાથે રહીએ છીએ. મારાં ત્રણ ઘર છે. માતા અને પિતા એક મકાનમાં રહે છે, હું અને મારી બહેન બીજા મકાનમાં દાદી સાથે રહીએ છીએ અને એક મકાન ખાલી રહે છે. ઘટનાના એક કલાક પહેલાં હું કોલેજથી ઘરે પરત ફરી રહ્યો હતો. પપ્પા રસ્તા પર સમોસાં લઈ જતા હતા. પછી હું તેમને મળ્યો. માતા પણ બે દિવસ પહેલાં દાદીના ઘરે આવી હતી. ત્યારે બધું બરાબર હતું. સ્થાનિક લોકો ઈચ્છે તો બચાવી શક્યા હોત
હું ગુરુવારે મારી માતાને મળ્યો નહોતો. એક કલાક પછી કોઈએ ફોન કર્યો. તેમણે ઘટના અંગે માહિતી આપી હતી. અમે પિતાના ઘરે ગયા ત્યારે તેમની લાશ જમીન પર પડી હતી અને માતા તેમના માથામાંથી માંસ કાઢી રહી હતી. આ જોઈને પુત્રએ સ્થાનિક લોકો પર સવાલો ઊભા કર્યા છે. પુત્રએ જણાવ્યું કે આ ઘટના ઘરની બહાર બની હતી. જ્યારે માતાએ માર મારવાનું શરૂ કર્યું ત્યારે સ્થાનિક લોકો તેને બચાવી શક્યા હોત, પરંતુ બધા વીડિયો બનાવવામાં વ્યસ્ત થઈ ગયા. માતાને રોકવા કે પિતાને બચાવવા માટે કોઈએ જરા પણ પ્રયાસ કર્યો નહોતો. પપ્પા ક્યારેક દારૂ પીતા
પપ્પા ક્યારેક દારૂ પીતા હતા. ક્યારેક નોન-વેજ બનાવવાનું કહેતા. ત્યારે મા ના પાડતી હતી. માતાની પહેલાં સારવાર ચાલી રહી હતી, પરંતુ હવે તે એકદમ સ્વસ્થ છે. ક્યારેક તેનું મગજ ગરમ થઈ જતું. આની ઘટના પહેલાં પણ એકવાર બની ચૂકી છે, પરંતુ એ ઘટના વિશે વધુ માહિતી નથી. પોલીસે ઈંટો કબજે કરી હતી
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજીવ રંજને જણાવ્યું હતું કે આરોપી મહિલાની પૂછપરછ કરવામાં આવી છે. સ્થળ પરથી એક ઈંટ મળી આવી છે, જેનાથી મહિલાએ તેના પતિની હત્યા કરી હતી. આરોપી મહિલાને જેલમાં મોકલવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.