ભાટપુર ના આર્મી જવાન નિવૃત થઇ વતન પરત ફરતા ગામ લોકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું….
મહીસાગર જિલ્લા ના વિરપુર તાલુકાના ભાટપુર ગામના વતની બારૈયા મહેશકુમાર પુનમભાઈ ભારતીય સેનામાં ૨૪ વર્ષની ફરજ બજાવી સેવા નિવૃત્ત થઇ આજે બપોરે વતનમાં પરત ફરતા ભાટપુર ગામના આગેવાનો દ્રારા તેઓને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આર્મી જવાને ૨૦ વર્ષની વયે વર્ષ ૨૦૦૧ મા અહમદનગર મહારાષ્ટ્ર મા ટ્રેનિંગ પુરી કરી પ્રથમ પોસ્ટિંગ શ્રી ગંગાનગર મેળવ્યું હતું.જે બાદ બીજા દેશમા સાઉથ આફ્રિકા(કાંગો)સહીત અનેક વિસ્તારોની બોર્ડર ઉપર ફરજ બજાવી છેલ્લે મેકેનાઈઝ ઇન્ફેન્ટ્રી ૧૯ બટાલિયન બિકાનેર થી સેવા નિવૃત્તિ થઇ પરત વતન આવતા ભાટપુરના હનુમાનજી મંદિરે આશીર્વાદ લઈ રેલી સ્વરૂપે સમસ્ત ગ્રામજનો મહિલાઓ અને નાના ભૂલકાઓ અને નિવૃત જવાન એશોસીયસન ના જવાનો સહિત રેલીમાં જોતરાયા હતા ત્યારે નિવૃત જવાનના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.