જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા રાષ્ટ્રીય રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધા માટેનો માર્ગદર્શન વર્કશોપ યોજાયો.
પંચમહાલ
આજ રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ખાતે રાષ્ટ્રીય રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધા માં ભાગ લેનાર પંચમહાલ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા, મોડેલ સ્કૂલ અને કેજીબીવીના શિક્ષકોને જિલ્લા કક્ષાએ બાળકોને સ્પર્ધામાં કેવી રીતે ભાગ લેશે અને બંને સ્પર્ધાના નિયમો વિશેની વિગતવાર ચર્ચા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલના સિનિયર લેક્ચરર ઉમેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી. તજજ્ઞ રાઠોડ નિતેશકુમાર ખુમાનસિંહ દ્વારા અગાઉના વર્ષોમાં થયેલ રોલ પ્લે અને લોક નૃત્યના વિડીયો બતાવી વધારે સ્પષ્ટતા કરવામાં આવી. રાષ્ટ્રીય રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધા અંતર્ગત ધોરણ નવ ના બાળકો સીધા જિલ્લા કક્ષાએ ભાગ લઈ શકે છે. રોલ પ્લે સ્પર્ધામાં ચાર થી પાંચ બાળકો અને લોક નૃત્ય સ્પર્ધામાં ચાર થી છ બાળકો ભાગ લઈને તેમનું સંપૂર્ણ પ્રદર્શન 5 થી 6 મિનિટમાં પૂર્ણ કરવાનું હોય છે. ચાલુ વર્ષે પણ રાષ્ટ્રીય રોલ પ્લે અને લોક નૃત્ય સ્પર્ધા કરવાની થતી હોવાથી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા દરેક શાળાના શિક્ષકોને આ બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે એક દિવસીય વર્કશોપ યોજવામાં આવ્યો અને તમામ શિક્ષકોને ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી.
રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.