નાગ ચૈતન્ય-શોભિતાની સગાઈની અનસીન તસવીરો:પરિવાર સાથે જોવામાં મળ્યું કપલ; એક્ટ્રેસે ફોટા શેર કર્યા, મલાઈકા સહિત ઘણા સેલેબ્સે અભિનંદન પાઠવ્યા
સાઉથ એક્ટર નાગ ચૈતન્યએ અભિનેત્રી શોભિતા ધુલીપાલા સાથે 8મી ઓગસ્ટે સગાઈ કરી હતી. હાલમાં જ સગાઈની કેટલીક અનસીન તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં કપલ પરિવાર સાથે પોઝ આપતું જોવા મળે છે. શોભિતાએ સગાઈની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં તે નાગ ચૈતન્ય સાથે જોવા મળી રહી છે. આ તસવીરો સામે આવતા જ નાગ ચૈતન્ય અને શોભિતાને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. બંનેએ નાગ ચૈતન્યના પિતા નાગાર્જુનના ઘરે એક પ્રાઇવેટ સેરેમનીમાં સગાઈ કરી હતી. નાગાર્જુનનું ઘર હૈદરાબાદના પોશ વિસ્તાર જ્યુબિલી હિલ્સમાં આવેલું છે. નાગાર્જુને સૌ પ્રથમ તેમની સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા. સૌથી પહેલા તો જુઓ તસવીરો સામે... શોભિતાએ નાગ ચૈતન્ય સાથેની તસવીરો શેર કરી છે આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે શોભિતા અને નાગ ચૈતન્યને પણ અભિનંદન પાઠવ્યા છે. શોભિતાની પોસ્ટ પર ફેન્સ ગુસ્સે થયા, કહ્યું- આ લોકો ટૂંક સમયમાં અલગ થવાના સમાચાર આપશે
આ પોસ્ટ પર યુઝર્સ શોભિતાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું- વહેલા-મોડા આ લોકો અલગ થવાના સમાચાર પણ જાહેર કરશે. તે જ સમયે, અન્ય યુઝરે ટિપ્પણી કરી અને લખ્યું - સેમ (સામંથા) વધુ સારી છે. આ (સુંદરતા) તમારા માટે સારી નથી. સામંથા રુથ પ્રભુ અને નાગ ચૈતન્યના લગ્ન 6 ઓક્ટોબર 2017ના રોજ ગોવામાં પહેલા હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે થયા હતા. જોકે તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. બંને 6 ઓક્ટોબર, 2021ના રોજ લગ્નના ચાર વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા જ તેઓ અલગ થઈ ગયા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.