તાપસીને દુબઈમાં પ્રપોઝ કરવા માંગતો હતો મેથિયાસ:એક્ટ્રેસે કહ્યું, ‘મિત્રોને લાગતું હતું કે તે દુબઇના શેખ જોડે મારો સોદો કરી દેશે’
અભિનેત્રી તાપસી પન્નુએ ખુલાસો કર્યો છે કે તેના મિત્રોને ચિંતા હતી કે મેથિયાસ બો તેને તેની પ્રથમ ડેટ દરમિયાન દુબઈના કોઈ શેખને વેચી દેશે. મિત્રોએ મને કહ્યું કે ધ્યાન રાખજે ક્યાંક તે તને વેચી ન દે.
તાપસીએ રૌનક રાજાણીને આપેલા એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તેણે મેથિયાસને દુબઈમાં મળવાની યોજનાનો ઉલ્લેખ કર્યો ત્યારે તેના મિત્રો ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. મિત્રોએ કોઈ અલગ ક્લચરના વ્યક્તિને મળવાની યોજના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મિત્રોએ મજાકમાં એમ પણ કહ્યું હતું કે મેથિયાસ અભિનેત્રીને દુબઈના કોઈ શેખને વેચી શકે છે. આ ઘટનાને યાદ કરતાં તાપસીએ કહ્યું, 'મારા મિત્રો કહેતા હતા - તું તારું ધ્યાન રાખજે તે તને વેચી ન દે. તાપસીએ વધુમાં જણાવ્યું કે તેના મિત્રો એટલા ચિંતિત હતા કે તેઓએ દુબઈમાં રહેતી અન્ય મિત્રની બહેનનો સંપર્ક કર્યો. જો કે, મેથિયાસ એક સારો વ્યક્તિ સાબિત થયો અને તાપસી સાથે તેનો સંબંધ 10-11 વર્ષ સુધી ચાલ્યો. તાપસી 10-11 વર્ષ પહેલા મેથિયાસને મળી હતી
તાપસીએ જણાવ્યું કે તે 10-11 વર્ષ પહેલા મેથિયાસને મળી હતી. તેમની મુલાકાતના એક વર્ષ પછી, મેથિયાસે તેને પ્રપોઝ કર્યું. તાપસીએ જણાવ્યું કે તેમની સગાઈ 9 વર્ષ સુધી ચાલી અને બંનેએ સાથે રહેવાનો નિર્ણય બદલ્યો ન હતો. તેના બદલે, જીવનભર સાથે રહેવા માટે આગળ વધ્યા. તાપસીના લગ્નમાં 100-125 લોકોએ હાજરી આપી હતી
તાપસી પન્નુએ આ વર્ષે 23 જૂનના રોજ ડેનમાર્કના બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે લગ્ન કર્યા હતા. તે એક પ્રાઇવેટ મેરેજ હતા. તાજેતરમાં તાપસીએ કહ્યું હતું કે તેણે પ્રાઇવેટ મેરેજ કર્યા છે કારણ કે તે ઈચ્છતી ન હતી કે બહારના લોકો લગ્નને જજ કરે. તાપસીએ જણાવ્યું હતું કે તેના લગ્નમાં માત્ર 100-125 લોકો જ હતા, જેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ હતા. તેણે કહ્યું કે લગ્નમાં નો-ફોન પોલિસી નહોતી, તેણે બધાને માત્ર લગ્નના ફોટા બહાર શેર ન કરવા વિનંતી કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.