'મેલ સ્ટાર્સે બાળકો નથી સાચવવા પડતા':મીનાક્ષી શેષાદ્રીએ મેલ સ્ટાર્સના બોલિવૂડમાં લાંબા સમય સુધી રહેવાનું કારણ જણાવ્યું; એક્ટ્રેસને લગ્ન બાદ ઇન્ડસ્ટ્રી છોડવી પડી હતી - At This Time

‘મેલ સ્ટાર્સે બાળકો નથી સાચવવા પડતા’:મીનાક્ષી શેષાદ્રીએ મેલ સ્ટાર્સના બોલિવૂડમાં લાંબા સમય સુધી રહેવાનું કારણ જણાવ્યું; એક્ટ્રેસને લગ્ન બાદ ઇન્ડસ્ટ્રી છોડવી પડી હતી


મીનાક્ષી શેષાદ્રી 90ના દાયકાની ટોચની એક્ટ્રેસમાંની એક હતી. તેણે અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, જીતેન્દ્ર, અનિલ કપૂર અને શત્રુઘ્ન સિંહા જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું. 1995માં લગ્ન કર્યા બાદ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. હવે મીનાક્ષી ફરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં જ તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેલ સુપરસ્ટાર્સ આટલા લાંબા સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહેવાનું કારણ શું છે? 'લહેરેન રેટ્રો'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં મીનાક્ષીએ કહ્યું, પુરૂષ કલાકારો આટલા લાંબા સમય સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં રહેવાના ઘણા કારણો છે. ધર્મેન્દ્ર, જીતેન્દ્ર અને અમિતાભ બચ્ચન વગેરે દિગ્ગ્જ કલાકારો હજુ પણ ઇન્ડસ્ટ્રીમાં છે. એક પરિબળ એ છે કે તેમની પાસે ઘરનું કોઈ કામ નથી. તે પોતાની કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન આપી શકે છે. બીજું પરિબળ એ છે કે તેઓએ બાળકોને જન્મ આપવો નથી અને બાળકોનો ઉછેર કરવો નથી. આ બધું સ્ત્રીની જવાબદારી બની જાય છે. આ જ કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરો હજુ પણ લાંબા સમય સુધી ટકી રહ્યા છે. લોકો હજુ પણ તેને પસંદ કરે છે. 'ઘાતક' છેલ્લી ફિલ્મ હતી
'દામિની', 'હીરો' અને 'ઘાતક' જેવી ફિલ્મોથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી છેલ્લે 1996માં આવેલી ફિલ્મ 'ઘાતક'માં જોવા મળી હતી. ત્યારપછી ન તો તેની કોઈ ફિલ્મ આવી કે ન તો તે બોલિવૂડની કોઈ પાર્ટી કે ફંક્શનમાં જોવા મળી. 1995માં જ મીનાક્ષીએ અમેરિકા સ્થિત એનઆરઆઈ હરીશ મૈસૂર સાથે લગ્ન કર્યા અને ભારત છોડી દીધું. તે બે બાળકોની માતા છે. બોલિવૂડ છોડવાનું આ જ કારણ હતું
કહેવાય છે કે તે સમયે ફિલ્મમેકર રાજકુમાર સંતોષી પોતાની મોટાભાગની ફિલ્મોમાં મીનાક્ષીને હીરોઈન તરીકે કાસ્ટ કરતા હતા. તેનું રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે એક દિવસ સંતોષીએ મીનાક્ષી પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. જોકે મીનાક્ષીએ સંતોષીનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો, પરંતુ તેણે બોલિવૂડને પણ અલવિદા કહી દીધું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.