મનીષ સિસોદિયાએ કહ્યું- ગઈકાલે સુપ્રીમ કોર્ટે તાનાશાહીને કચડી નાખી:ટૂંક સમયમાં કેજરીવાલ પણ બહાર આવશે, ભગવાન કે ઘર દેર હૈ, અંધેર નહીં
17 મહિના બાદ તિહાર જેલમાંથી મુક્ત થયેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું- સુપ્રીમ કોર્ટે ગઈકાલે બંધારણ દ્વારા તાનાશાહીને કચડી નાખી. ભાજપે મને ખોટા કેસમાં ફસાવી દીધો છે. ટુંક સમયમાં કેજરીવાલ પણ બહાર આવશે. ભગવાન કે ઘર મેં દેર હૈ, અંધેર નહીં. બાબા સાહેબે 75 વર્ષ પહેલા અંદાજ લગાવ્યો હતો કે દેશમાં તાનાશાહી વધશે. જ્યારે તાનાશાહી સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરશે ત્યારે આપણને કોણ બચાવશે? બાબા સાહેબે લખ્યું હતું કે બંધારણ બચાવશે. હું એ વકીલોનો પણ આભાર માનું છું જેઓ આ લડાઈ લડી રહ્યા હતા. મારા માટે અભિષેક મનુ સિંઘવી ભગવાન સ્વરૂપ છે. સિસોદિયાને 26 ફેબ્રુઆરી 2023ના રોજ સીબીઆઈ દ્વારા અને 9 માર્ચ 2023ના રોજ ઈડી દ્વારા દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 17 મહિના બાદ શુક્રવારે સુપ્રીમ કોર્ટે તેમને બંને કેસમાં જામીન આપ્યા હતા. સિસોદિયાએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.