મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરકાંઠાની તેમની મુલાકાત દરમિયાન શ્રી ઈડર પાંજરાપૌળ સંસ્થાની મુલાકાત લઈ સંસ્થા સંચાલિત પશુ દવાખાનાનું નિરિક્ષણ કર્યું - At This Time

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરકાંઠાની તેમની મુલાકાત દરમિયાન શ્રી ઈડર પાંજરાપૌળ સંસ્થાની મુલાકાત લઈ સંસ્થા સંચાલિત પશુ દવાખાનાનું નિરિક્ષણ કર્યું


સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ઈડર, તા.૯

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇડર અને ખેડબ્રહ્માની મુલાકાત લીધી હતી.

તેઓએ ઇડર પાંજરાપોળ ખાતે માતૃશ્રી હીરાબા સરગવા વાટીકા અને બાળ ગોપાળ બચત બેન્કની મુલાકાત લીધી હતી. સાબરકાંઠા જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આર્કેડતા ઇન્ટીટટયૂટ નવી મેત્રાલ ખેડબ્રહ્મા ખાતે ઉજવાયો હતો. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરવામાં આયું હતું તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

સાબરકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા થકી સમગ્ર દેશમાં એક પેડ ‘માં’ કે નામ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે ઈડરમાં જીવદયા માટે ચાલતી પાંજરાપોળમાં સંસ્થા દ્વારા એક પેડ માં કે નામ પર્યાવરણ સંબંધ હેતુ ૧૦ હજારથી વધુ “સરગવા"ના છોડ ધરાવતી “માતૃશ્રી હીરાબા સરગવા વાટીકા” બનાવવામાં આવી જેનું ઉદ્દઘાટન એક છોડ વાવી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

બાળકોમાં સંસ્કારોનુસિંચન તેમજ પૈસાની બચત અંર્ગે સમજ કેળવી સમજણ આપી બાળ | વિકાસના કામોની

૦૦ વાગે છે સ્થળ આર્કેડતા પીનેટટપુટ, નવી મેત્રાલ, તા. ખેમ

ગોપાળ બચત બેન્કમાં ૨૧ હજાર | બાળકો દ્વારા ૨૨ કરોડની બચત કરાઈ છે ત્યારે ઈડર ખાતેના આ બંને ઉમદા કાર્યોને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રીએ બંને સ્થળોની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની મુલાકાત સમયે બાળ ગોપાળ| બચત બેન્કના બાળક દીઠ એક રૂપિયો એમ ૨૧,૦૦૦ કન્યા કેળવણી નીતિ માટે મુખ્યમંત્રીને આપવામાં આવ્યા હતા.

ખેડબ્રહ્મા આર્ડેકતા કોલેજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવો દ્વારા વિવિધ યોજનાકીય રસભર માહિતી આપવામાં આવી હતી. આ સિવાય કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આદિવાસી લોકોના ઉત્થાન માટે કરવામાં આવી રહેલ વિકાસલક્ષી કામો અને બાળકોનો વિકાસ માટેની યોજનાઓની ટેલી | | | | ફિલ્મ બતાવવામાં આવી હતી. | મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર | મોદી દ્વારા કરવામાં આવી રહેલ સવિસ્તાર ।

માહિતી આપી સૌને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતમાં મુખ્યમંત્રી દ્વારા પત્રકારો સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. ૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે રાજ્યમાં કુલ રૂા. ૪૧૧.૩૭ કરોડના ૨૨૪૦ કામોનુ ખાતમુહર્ત તથા રૂા.૬૦૨.૭૮ કરોડ ૨૦૫૩ કામોનુ લોકાર્પણ આમ કુલ રૂા. ૧૦૧૪.૧૪ કરોડના કુલ ૪૨૯૩ કામોનુ લોકાર્પણ તથા ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતું. જે પૈકી મુખ્યમંત્રીના હસ્તે સાબરકાંઠા જિલ્લામાં રૂા. ૩૭૬૨.૮૮ લાખના ૨૧૬ કામોનું ખાતમુહર્ત તથા રૂા. ૨૦૯૧.૩૭ લાખના ૧૯૭ કામોનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. તેમજ વિવિધ વિભાગના ૭૬૧૮ લાભાર્થીઓને રૂા.૪૬૮૨.૦૦ લાખના વ્યક્તિગત લાભો આપવામાં આવ્યા.

રિપોર્ટર હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.