વિછીયામા ગુજરાત સરકારના તેજસ્વી અને તપસ્વી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની આગેવાનીમાં દિવ્ય અને ભવ્ય વિશાળ તિરંગા યાત્રા યોજાય. - At This Time

વિછીયામા ગુજરાત સરકારના તેજસ્વી અને તપસ્વી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની આગેવાનીમાં દિવ્ય અને ભવ્ય વિશાળ તિરંગા યાત્રા યોજાય.


રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે વિછીયા ખાતે દિવ્ય અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં ગુજરાત સરકારના મંત્રી કુવરજીભાઈ બાવળીયા જોડાયા હતાં વિછીયા આંબલી ચોકથી મેઇન બજાર - માત્રાના દરવાજા - બસ સ્ટેન્ડ - વિછીયા અજમેરા હાઇસ્કુલ તેમજ સેવા સદન ખાતે સમાપન થયું હતું એક કિલોમીટર લાંબી તિરંગા રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ભારત માતાકી જય વંદે માતરમ ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તિરંગા યાત્રામાં કુંવરજીભાઈ બાવળિયાની સાથે વિછીયા તાલુકા વહીવટી તંત્ર મામલતદાર પંચાલ સાહેબ તાલુકા વિકાસ અધિકારી પરમાર સાહેબ પોલીસ અધિકારી તેમજ પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી અશ્વિનભાઈ સાંકળીયા વિછીયા ગ્રામ પંચાયત સરપંચ ચતુરભાઈ રાજપરા વેપારી અગ્રણીઓ તેમજ વિછીયાની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.