કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે સાબરકાંઠા જિલ્લાની જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલયની આકસ્મિક મુલાકાત લીધી.* - At This Time

કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે સાબરકાંઠા જિલ્લાની જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલયની આકસ્મિક મુલાકાત લીધી.*


*કેબિનેટ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરે સાબરકાંઠા જિલ્લાની જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલયની આકસ્મિક મુલાકાત લીધી.*
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના દિવસે કેબિનેટ શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરે ખેડબ્રહ્માથી પરત ફરતા સાબરકાંઠા જિલ્લાની જૈનાચાર્ય આનંદઘનસૂરિ વિદ્યાલય, હિંમતનગરની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન શ્રી સોસાયટીનગર વિકાસ મંડળના પ્રમુખશ્રી સી.સી.શેઠના માર્ગદર્શનથી ચાલતી શાળાના મંત્રી મધુકર ખમારની વિશેષ ઉપસ્થિતિ રહી. શિક્ષણમંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ બોર્ડ , કોમ્પ્યુટર રૂમ, પ્રાથમિક વિભાગમાં પ્રવેશ પામેલ બાલવાટિકા તથા ધોરણ-૧ ના વિદ્યાર્થીઓને રૂબરૂ મળી શૈક્ષણિક ઉપલબ્ધિ ચકાસી હતી. આ મુલાકાત દરમિયાન શાળાના આચાર્ય પી.ડી. દેસાઈ, સંયોજક મિતેષભાઈ ભટ્ટ, પ્રાથમિક વિભાગના સુપરવાઇઝર જયાબેન જોશી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. મુલાકાત સમયે સાબરકાંઠા જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી ઉ.મા.સંવર્ગના પ્રાંત ઉપાધ્યક્ષ પી.જે.મહેતા, ઉ.મા.સંવર્ગના જિલ્લા અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ જે.ડી.પટેલ એ હાજર રહી શિક્ષણમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.