પોરબંદર ના બાળકોએ રેલી દ્વારા વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરી - At This Time

પોરબંદર ના બાળકોએ રેલી દ્વારા વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરી


પોરબંદર : પોરબંદર ના નાના બાળકો દ્વારા તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ "વિશ્વ સિંહ દિવસ" નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંહ અંગેની જાણકારી અને તેના મહત્વ વિશે માહિતી આપી હતી. આ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓ અને કર્મચારીગણ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર રેલીમાં ભાગ લીધો હતો અને ' સિંહ બચાવો પર્યાવરણ બચાવો ' અને ' સિંહ અમારું ગૌરવ છે – સિંહ અમારો મિત્ર છે. જેવા નારાઓ લગાવ્યા હતા. અધ્યાપકૉએ પણ રેલીમાં ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારત દેશનાં ગૌરવ સમા એશિયાઇ સિંડોનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે. આ બાબતનું સૌરાષ્ટ્રનાં લોકો ખુબ ગૌરવ અનુભવે છે. એશિયાઇ સિડો ગીર જંગલ અને તેની આસપાસ તેમજ સૌરાષ્ટનાં અન્ય વિસ્તારોમાં કુદરતી રીતે વિડરતા જોવા મળે છે. આ ઝાંઝરમાન પ્રાણીનાં સંરક્ષણ અને સંવર્ધનમાં સૌરાષ્ટનાં સ્થાનિક લોકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ રહ્યો છે. ગીર જંગલનું સંરક્ષણ અને તેમાં કુદરતી રીતે વસવાટ કરતા વન્યપ્રાણીઓનું સંવર્ધન ગુજરાત સરકારશ્રી, ગુજરાત વન વિભાગના અથાગ પરિશ્રમ અને સ્થાનીક લોકોના સડકારને આભારી છે. ગીર જંગલ વિસ્તાર માંથી નકળીતા નાના મોટા નદી, નાળા તેમજ ઝરણાઓ ગીરની શોભા વધારે છે. તેમજ ગીર આસ-પાસનાં વિસ્તારમાંથી પણ આ નદી, નાળા પસાર થતા હોય, આવાં
વિસ્તારમાં પાણીનો સ્ત્રોત વિપુલ પ્રમાણમાં જળવાઈ રહે છે, જેથી આવી એશિયાઈ સિંહોની સોરઠ ધરાની ખેતી પણ સમૃધ્ધ છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.