ઈઝરાયલ-હમાસ યુદ્ધ:ઈઝરાયલનાં શહેરોમાં યુદ્ધનો ભય, લેબેનોન સરહદે અડીને આવેલા ઈઝરાયલમાં યુદ્ધની તૈયારી તેજ - At This Time

ઈઝરાયલ-હમાસ યુદ્ધ:ઈઝરાયલનાં શહેરોમાં યુદ્ધનો ભય, લેબેનોન સરહદે અડીને આવેલા ઈઝરાયલમાં યુદ્ધની તૈયારી તેજ


ગાઝા સિવાય મિડલ-ઈસ્ટમાં વધુ એક સ્થળ છે જ્યાં છેલ્લા 300થી વધુ દિવસોથી લોકો હુમલાઓ હેઠળ જીવવા મજબૂર બન્યા છે. 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ ઈઝરાયલની જવાબી કાર્યવાહી વચ્ચે લેબેનોનના હિઝબુલ્લાહ સંગઠન તરફથી સતત ફાયરિંગ જારી છે. લેબેનોન સરહદથી 10 કિમી દૂર આવેલા 77 હજારની વસ્તીવાળા દરિયાકાંઠાના શહેર નાહરિયામાં લોકો યુદ્ધના ભય હેઠળ જીવી રહ્યા છે. હમાસના નેતા અને લેબેનોનમાં હિઝબુલ્લાહના કમાન્ડરના મોત બાદથી તણાવ ચરમસીમાએ છે. નાહરિયાના લોકોમાં તણાવનો માહોલ છે, કારણ તેઓ લેબેનોનના હિઝબુલ્લાહ સાથે યુદ્ધના વધતાં ખતરા વચ્ચે તેમના રોજિંદા જીવનને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે. સાઈરન વાગતાં જ બાળકો રડે છે, પ્રશાસનની તૈયારી તેજ
40 વર્ષીય લિઝ લેવી નાહરિયામાં તેનાં ત્રણ બાળકો સાથે રહે છે અને તેણે કહ્યું કે યુદ્ધ તેમના પરિવાર પર માનસિક અસર કરે છે. બે દિવસ પહેલાં મને પેનિક એટેક આવ્યો હતો. દર ત્રણ દિવસે એક સાઈરન વાગે છે. તે ખૂબ જ ભયાવહ છે. યુદ્ધના માહોલ વચ્ચે બાળકોનું પાલન કરવું ચિંતાજનક છે. જ્યારે પણ સાઈરન વાગે છે ત્યારે બાળકો રડવા લાગે છે. મારી દીકરી 7 વર્ષની છે તેને પણ પેનિક એટેક આવે છે. 23 વર્ષીય શિરા જોર્નીએ જણાવ્યું હતું કે અમે ફ્રન્ટલાઈન પર છીએ. તે(હિઝબુલ્લાહ) અમારી તરફ ઈશારો કરે છે. અમને એવું લાગે છે તેઓ અમારી નજીક આવી રહ્યા છે. નાહરિયા નગરપાલિકામાં 40 શેલ્ટર બનાવાયા છે. ઈરાની પ્રમુખ સંપૂર્ણપણે યુદ્ધ ટાળવા માટે સૈન્ય સાથે લડી રહ્યા છે: રિપોર્ટ
ટેલિગ્રાફના એક રિપોર્ટ મુજબ ઈરાનના નવા પ્રમુખ મસૂદ પેઝેશ્કિયન હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા અંગે ઈઝરાયલ પ્રત્યે સૈન્યની પ્રતિક્રિયા સ્તરને નબળું પાડવા કટ્ટરપંથીઓ સામે લડી રહ્યા છે. ઈરાની સૈન્યના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ તેલ અવીવ અને અન્ય શહેરોમાં લશ્કરી સ્થાપનોને નિશાન બનાવીને મિસાઈલ હુમલા કરવાનો પ્રયાસ કરી રહી છે. ખાન યુનિસમાં આઈડીએફનું અભિયાન 30 વિસ્તારોને ખાલી કરવાનો આદેશ
ઇઝરાયલી આર્મી (આઈડીએફ)એ શુક્રવારે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસમાં એક નવું ઓપરેશન શરૂ કર્યું અને લોકોને 30 વિસ્તારો ખાલી કરવાનો આદેશ આપ્યો. 23 લાખની વસ્તી ધરાવતા ગાઝાના મોટા ભાગના લોકો અવારનવાર સ્થળાંતરના આદેશોને લીધે ત્રસ્ત થયા છે. હાલમાં 19 લાખ લોકો અલ-મવાસી માનવતાવાદી વિસ્તારમાં રહે છે. અહીં શુક્રવારે થયેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.