લોકમેળામાં કાં ફરશે ફજેત ફાળકા, નહીંતર થશે ફજેતી
લોકમેળા સંદર્ભે વહીવટી તંત્ર સામે ઊભો થયો નવો પડકાર, આઇસ્ક્રિમના વેપારીઓએ ડિપોઝિટ પાછી માંગી
વેપારીઓને તંત્ર વધુ એક તક આપવાના મૂડમાં, સમાધાન ન થાય તો વિકલ્પ શોધી રખાયો
રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાનાર લોકમેળા માટે યાંત્રિક રાઇડસના પ્લોટ અને આઇસ્ક્રિમના ચોકઠાની હરાજી સતત ત્રીજી વખત નિષ્ફળ રહ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા રાઇડ્સ સંચાલકો અને વેપારીઓને વધુ એક તક આપવા સોમવારે સાંજે છેલ્લી વખત હરાજી રાખવાની જાહેરાત કરી છે ત્યારે બીજીબાજુ રાઇડ્સના સંચાલકો ન આવતા હોય તો મેળો ફિક્કો પડી જશે અને રૂ.5 લાખ ખર્ચ્યા બાદ પણ લોકો નહીં આવે તો ધંધો નહીં થાય તેવી ભીતિ વ્યક્ત કરી આઇસ્ક્રિમના વેપારીઓએ પોતાની ડિપોઝિટ પરત માંગી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.