આત્યહત્યા કરવા જનાર મહિલાને પ્રભાસ પાટણ પોલીસે બચાવી - At This Time

આત્યહત્યા કરવા જનાર મહિલાને પ્રભાસ પાટણ પોલીસે બચાવી


જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેષ જાંજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકમનોહરસિંહજાડેજા તથા નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર વેરાવળ વિભાગ વેરાવળ નાઓના માર્ગદર્શન મુજબ પ્ર.પાટણ પો.ઇન્સ. એમ.વી પટેલ દ્વારા સુચના થઇ આવેલ કે, અત્રેના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે આવેલ સોમનાથ મંદિર ખાતે તેમજ ત્રીવેણી સંગમ ખાતે તેમજ લેન્ડીંગ પોઇન્ટ તથા વોકવે ખાતે સમૃદ્ર દર્શન માટે વધુ પ્રમાણમાં યાત્રાળુઓ આવતા હોય અને કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે સારૂ શ્રાવણમાસ સબબ વિશેષ તકેદારી રાખવા જણાવેલ હોય જે અન્વયે પો.કોન્સ શૈલેષભાઇ પ્રતાપભાઈ નોકરી-સુત્રાપાડા પો.સ્ટે. નાઓ શ્રાવણ માસ સબબ બંદોબસ્તમાં હતા દરમિયાન વોક-વે પાસે આવેલ ચોપાટી દરિયા કિનારા પાસે પહોંચી જઇ જોતા એક મહિલા આત્મહત્યાનો પ્રયાસ કરતા જોવામાં આવતા તાત્કાલીક હાજર પબ્લીકના માણસોની મદદ લઇ મહિલાને દરીયામાંથી બહાર કાઢવા તજવીજ ચાલુ કરી પ્ર. પાટણ પો.સ્ટે. ખાતે જાણ કરતા પો.કોન્સ. પિયુષભાઇ કાનાભાઇ તથા વુ.પો.કોન્સ. હેતલબેન મનહરદાસ તથા ડ્રા.પો.કો. પિયુષભાઇ દિલીપભાઇ પી.સી.આર.વાન સાથે તાત્કાલીક પહોંચી જઇ સદર મહિલાને બચાવી લઇ પ્ર.પાટણ પો.સ્ટે. લાવી પુછપરછ કરતા પોતાનું નામ રામબાઇબેન કાનજીભાઇ પારેડી રહે.તરસીંગડા ગામ જુનાગઢ વાળાઓ હોવાનું જણાવેલ અને પોતે એકલવાયું જીવન જીવતા હોય જેથી કંટાળી જઇ આ પગલુ ભરવા જઇ રહેલ હોવાનું જણાવતા પી.આઇ. એમ.વી. પટેલ તથા એ.એસ.આઇ. નંદલાલભાઈ નાનજીભાઇ તથા પો.હેડ.કોન્સ. ફુલદિપસિંહ જયસિંહ તથા પી.એસ.ઓ.લખમણભાઇ માલાભાઇ નાઓએ જરૂરી સમજ આપી તેમના પરીવારના સભ્યોને બોલાવી લઇ તેમના પરીવાર સાથે સુ:ખદ મીલન કરાવી આપી પ્રશંસનીય કામગીરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.