લીલીયા મોટા નેગોસીએબલ કેસમાં ચેક રીટર્નના આરોપીઓને નિર્દોષ છોડાવતા એડવોકેટ ભડકોલીયા
પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ લીલીયા ખાતે વિદ્વાન વકીલ ધારાશાસ્ત્રી એસ.પી ભડકોલીયા દ્વારા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૩૮ માં કુલ ૩ કેસ ના ૨ આરોપી ના ચેક રિટર્ન ની રકમ રુ ૫,૦૨,૨૧૦/-ના ચેક રિટર્નની ફોજદારી ફરિયાદ ના આરોપી ઓને નિર્દોષ છોડાવતા એડવોકેટ એસ.પી.ભડકોલીયા લીલીયા મોટા ગ્રામ્ય લક્ષ્મી સોસાયટી માં બીબીબેન કામલભાઈ શિરમાન પર રુ ૯૩,૪૩૫/- તેમજ ક્રિષ્ના કો.ઓ.સોસાયટી દ્વારા વિનય હિંમતભાઈ રવાણી પર રુ ૨,૪૨,૭૫૭/- અને કેપિટલ કોઓ સોસાયટી દ્વારા વિનય હિંમતભાઈ રવાણી રહેલ લીલીયા પર રુ ૧,૬૬,૦૧૮/- એમ કુલ ૩ કેસ આરોપી ૨ સામે કરવામાં આવેલ અલગ અલગ ચેક રિટર્નના કેસોમાં કુલ ૨ આરોપીઓ સામે રૂપિયા રુ ૫,૦૨,૨૧૦/- લાખની ચેક રીટર્નની ફરિયાદ કરેલ. જે કેસો ચાલી જતા આરોપીઓ તરફથી વકીલ એસ.પી.ભડકોલીયા એ ધારદાર દલીલ કરી તેમજ કાયદાના સંદર્ભો ટાંકી ૨ આરોપીના કુલ ૫,૦૨,૨૧૦/- લાખથી જેવી માતબર રકમના કેસોમાં ભવ્ય વિજય મેળવવામાં આવેલ છે. તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.