તલોદ ના માધવેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ ના પવિત્ર માસમાં ભાવભક્તિથી પૂજા અર્ચના કરવામાં આવી - At This Time

તલોદ ના માધવેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ ના પવિત્ર માસમાં ભાવભક્તિથી પૂજા અર્ચના કરવામાં આવી


*તલોદ ના માધવેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ ના પવિત્ર માસમાં ભાવભક્તિથી પૂજા અર્ચના કરવામાં આવી*

*રીપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ માધવ વિહાર સોસાયટી માં આવેલ માધવેશ્વર મંદિર માં મહારાજ રજનીભાઇ રાવલ તેમજ ભક્તો દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ભાવભક્તિથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.
શહેરમાં વહેલી સવારથી જ વિવિધ શિવાલયોમાં શિવ ભક્તોએ બિલિપત્ર અભિષેક અને જલાભિષેક રુદ્રાભિષેક- સહિતની પૂજા-અર્ચના કરી હતી. ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્ર ને માથે ચડાવી શિવ આરાધના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી રહ્યા છે.
શહેરમાં શ્રાવણ માસના પ્રારંભે અને પ્રથમ સોમવારે પ્રત્યેક શિવાલયોમાં ભાવિકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, અને શિવ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા. ચારે તરફ 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image