હિન્દુ યુવતીના હાથ-પગ બાંધ્યા, મોં પર ટેપ મારી દીધી:પ્રદર્શનકારીઓએ અત્યાચાર ગુજાર્યો, બાંગ્લાદેશ હિંસાના નામે VIDEO વાઇરલ; જાણો સત્ય - At This Time

હિન્દુ યુવતીના હાથ-પગ બાંધ્યા, મોં પર ટેપ મારી દીધી:પ્રદર્શનકારીઓએ અત્યાચાર ગુજાર્યો, બાંગ્લાદેશ હિંસાના નામે VIDEO વાઇરલ; જાણો સત્ય


બાંગ્લાદેશ હિંસાના નામે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતીને બંધક બનાવવામાં આવી છે. યુવતીના હાથ-પગ બાંધેલા છે અને તેના મોં પર ટેપ મારવામાં આવી છે. વાઇરલ વીડિયોનું સત્ય... વાઇરલ વીડિયો વિશે સત્ય જાણવા માટે, અમે ગૂગલ પર તેની કી ફ્રેમ રિવર્સ સર્ચ કર્યું. તપાસ કરવા પર અમને વીડિયો સાથે જોડાયેલી એક પોસ્ટ JnU short stories નામના પેજ પર મળી. પેજ પરના વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - તમારી અફવાઓને કારણે છોકરી આજે આઘાતનો સામનો કરી રહી છે. આ છોકરી જગન્નાથ યુનિવર્સિટીની 2021-22ની સામાન્ય વિદ્યાર્થિની છે. આ એક વીડિયો પ્લેનો સીન છે, પરંતુ કેટલાક લોકો તેને આંદોલનના નામે શેર કરી રહ્યા છે. આ બધું જોઈને યુવતી આઘાતમાં જીવી રહી છે. તપાસ દરમિયાન અમને બાંગ્લાદેશની એક ન્યૂઝ વેબસાઈટ પર આનાથી સંબંધિત સમાચાર પણ મળ્યા. વેબસાઈટ અનુસાર આ વીડિયો બાંગ્લાદેશની જગન્નાથ યુનિવર્સિટીનો છે. જોકે, 16 માર્ચ, 2024ના રોજ જગન્નાથ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ફૈરુઝ સદફ અવંતિકા નામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે યુનિવર્સિટીની ફેકલ્ટી પર સવાલો ઊઠ્યા હતા. આ કેસના થોડા દિવસો બાદ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ અવંતિકાની યાદમાં એક આર્ટ પર્ફોર્મન્સનું આયોજન કર્યું હતું. વાઇરલ વીડિયો એ જ આર્ટ પર્ફોર્મન્સનો છે. તે જ સમયે, વીડિયોમાં દેખાતી વિદ્યાર્થિનીનું નામ ત્રિશા છે. વેબસાઈટ પર ઉપલબ્ધ સમાચારમાં, અમને આ આર્ટ પર્ફોર્મન્સના અન્ય ઘણા ફોટા પણ મળ્યા. વાઇરલ વીડિયોનો સ્ક્રીનશોટ અને આર્ટ પર્ફોર્મન્સનો ફોટો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે વાઇરલ વીડિયો માત્ર આર્ટ પર્ફોર્મન્સનો છે. જેને સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જેથી સ્પષ્ટ થાય છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ વીડિયો બાંગ્લાદેશની હિન્દુ યુવતી પર થયેલા અત્યાચારનો નથી પરંતુ બાંગ્લાદેશની જગન્નાથ યુનિવર્સિટીમાં યોજાયેલા આર્ટ પર્ફોર્મન્સનો છે. ખોટા સમાચાર સામે અમારી સાથે જોડાઓ. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in પર ઇમેઇલ અને WhatsApp- 9201776050 કરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.