મોડાસા ખાતે સી.આઇ.ટી.યુ.અને કિસાનસભા દ્વારા ટાઉનહોલ ચાર રસ્તા પાસે દેખાવા યોજવામાં આવ્યા હતા. - At This Time

મોડાસા ખાતે સી.આઇ.ટી.યુ.અને કિસાનસભા દ્વારા ટાઉનહોલ ચાર રસ્તા પાસે દેખાવા યોજવામાં આવ્યા હતા.


અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આપણા દેશમાં આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે મહાત્મા ગાંધીએ અંગ્રેજોની વિરુદ્ધ અંગ્રેજો ભારત છોડો, અંગ્રેજો ક્વીટ ઇન્ડિયા નો નારો આપ્યો હતો અને આજે 9 ઓગસ્ટ ના રોજ મહાત્મા ગાંધીને યાદ કરીને કેન્દ્રની નરેન્દ્ર મોદીની ભાજપાની સરકારે 100% એફડીઆઈ કરીને સરકારી સાહસો પાણીના મુલે કોર્પોરેટ જગતને પધરાવી રહી છે કોર્પોરેટ જગત માટે લાલ જાજમ બિછાવી ભાજપ સરકાર સ્વાગત કરી રહી છે ત્યારે અને દેશમાં ખાનગીકરણનો દોર ખૂબ જ ઝડપથી ચાલી રહ્યો છે ત્યારે રેલવે, તાર,ટેલિફોન, બાલકો,નલકો જેવા સરકારના મોટા સાહસોનું ખાનગીકરણ કરીને કોર્પોરેટ કંપનીઓને વેચવામાં આવી રહ્યા છે. વીજળી જેવા જાહેર ક્ષેત્રમાં વિદેશી કંપનીઓએ કબજો કર્યો છે અને પ્રજા ઉપર સ્માર્ટ મીટરની તલવાર લટકી રહી છે ત્યારે નવમી ઓગસ્ટ ના ઐતિહાસિક દિવસે સંયુક્ત કિસાન મોરચો અને સીઆઇટીયુ કામદાર સંગઠન તરફથી આખા દેશમાં ધારણા પ્રદર્શન,દેખાવો યોજાયા છે અને તે મુજબ આજે આ કાર્યક્રમ યોજી સી.આઈ.ટી.યુ અને કિસાન સભા ના કાર્યકરોએ દેખાવો યોજી કોર્પોરેટ ભારત છોડો, પરદેશી કંપની પાછી જાઓ, ખાનગીકરણ બંધ કરો તેવા નારા બોલાવી આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજના આ કાર્યક્રમમાં cityu ના પ્રદેશમંત્રી ડી.આર જાદવ, કિશન સભાના પ્રમુખ ભલાભાઈ ખાંટ અને સીઆઇટીયુ ના ઉપપ્રમુખ ચંદ્રપાલ સિંહ ખાટ, મઁત્રી રાકેશ તરાર અને મોમીન ખાન, કિસાનસભાના કાર્યકરો દશરથસિંહ ચૌહાણ, વીરાભાઇ ખાટ, કાનાજી ખાંટ, રામાજી લાલાજી, લક્ષ્મણભાઈ વગેરે હાજર રહ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.