ગુજરાત માં પ્રથમ વખત જેનબર્કટ ફાર્મા અને રેડક્રોસ દ્વારા અત્યાધુનિક સાધનો સાથે ની સ્વાસ્થય પરીક્ષણ મોબાઈલ વાન નું લોકાર્પણ કરાયું
*વાન નું લોકાર્પણ કરી કલેકટરશ્રી આર.કે.મહેતા દ્વારા દાતા ભુતા પરિવાર અને રેડક્રોસ ને અભિનંદન આપ્યા*
*વિવિધ એશો. ના હોદેદારો ઉપસ્થિત રહ્યા*
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર અને જેનબર્કટ ફાર્મા સ્યુટિકલ લિ. ના સહયોગ થી ગુજરાત માં પ્રથમવાર સ્વાસ્થ્ય પરીક્ષણ માટે મોબાઈલ વાન ના માધ્યમથી એક વિશિષ્ટ સ્વાસ્થ્ય પરીક્ષણ વેન બનાવવા માં આવી છે ગુજરાત માં આ પ્રકાર ની પહેલી મલ્ટી પર્પઝ સ્વાસ્થય પરીક્ષણ વેન જેનબર્કટ ફાર્માશ્યુટિકલ લિ કંપની અને શ્રી ઉત્તમભાઈ એન ભુતા પરિવાર ના સહયોગ થી રેડક્રોસ સોસાયટી ભાવનગર ને અર્પણ કરવા માં આવી હતી આ વેન નું લોકાર્પણ જિલ્લા કલેકટરશ્રી અને રેડક્રોસ ભાવનગર ના પ્રમુખશ્રી આર.કે.મહેતા ના હસ્તે લીલી ઝંડી આપી ને કરવા માં આવ્યું હતું આ પ્રસંગે જેનબર્કટ ફાર્માશ્યુટિકલ લિ કંપની ના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર શ્રી આશિષભાઈ ભુતા, ભાવિકાબેન આશિષભાઈ ભુતા, અને પ્રેમ આશિષભાઈ ભુતા દ્વારા વાન ની ચાવી અર્પણ કરવા માં આવી હતી. આ પ્રસંગે શહેરના શ્રેષ્ઠી ઓ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખશ્રી પ્રકાશભાઈ ગોરસિયા, ચિત્રા જીઆઇડીસી એશો ના પ્રમુખશ્રી દિલીપભાઈ કામાણી, શીપરિસાયકલિંગ એશો ના મંત્રીશ્રી હરેશભાઇ પરમાર, ડાયમંડ એશો ના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ગોરડીયા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને વાન ને પ્રસ્થાન કરાવવા માં આવ્યું હતું.
આ મોબાઈલ વેન ખાસ કરી ને શહેર અને ગ્રામ્ય વિસ્તારો માં જ્યાં આરોગ્ય પરીક્ષણ ની સવલતો મળતી નથી ત્યાં સેવા આપશે ઉપરાંત ઔદ્યોગિક એકમો જે તેમના કામદારો માટે સ્વાસ્થ્ય પરીક્ષણો કરાવે ત્યાં ઓક્યુપેશનલ હેલ્થ ચેકઅપ ની સેવાઓ ઉપલબ્ધ કરવા માં આવશે. ખાસ કરી ને આ સ્વાસ્થ્ય પરિક્ષણ માટે ની મોબાઈલ વેન માં 25 થી વધારે અલગ અલગ પરીક્ષણો કરી ને સ્વાસ્થ્ય ની ચકાસણી કરી ને સ્પે. ડોકટર ની સલાહ પણ મળી રહે તેવું સંકલન કરવા માં આવ્યું છે.
આ મોબાઈલ વાન માં બીએમઆઈ રિપોર્ટ, આંખો ની તપાસ માટે કેરેટો મીટર, લોહી ના પરીક્ષણો માટે લેબોરેટરી, ડીઝીટલ એક્સરે, હદય ના તપાસ માટે ઈસીજી, કાન ના તપાસ માટે ઓડિયોમેટ્રી, ફેફસા ના તપાસ માટે સ્પાયરોમેટ્રી , હાડકા ની ધનતા માપવા માટે બોર્ન ડેન્સીટી ટેસ્ટ મશીન સહિત ના આધુનિક સાધનો કે જેમાં શરીર ના કુલ 9 અગત્ય ના અંગો ની તપાસ કરી ને દર્દી ને યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા માં આવી છે. આ સ્વાસ્થ્ય પરીક્ષણ માટે ની આ મોબાઈલ વેન માં ડોકટર અને ટેક્નિશિયન સહિત ની 5 મેડિકલ એક્સપર્ટ ની ટિમ સેવા આપશે અને જરૂરી તબીબી પરીક્ષણ બાદ જરૂરી તમામ રિપોર્ટ કરવા માં આવશે. તેમજ વેન માંથી જ ડોકટર રિપોર્ટ ના આધારે જરૂર જણાય સુપર સ્પે. ડોકટર સાથે ટેલી મેડિસિન અને કન્સલ્ટિંગ સેવાઓ આપી શકાશે જે અસરકારક સેવાઓ માટે નું ઉત્તમ માધ્યમ બની રહેશે.
વેન ના લોકાર્પણ પ્રસંગે રેડક્રોસ ના ચેરમેન ડો મિલન દવે, વાઇસ ચેરમેન સુમિત ઠક્કર, મંત્રી વર્ષાબેન લાલાણી, તથા ટ્રસ્ટીઓ પરેશભાઈ ભટ્ટી, રોહિતભાઈ ભંડેરી, કાર્તિકભાઈ દવે, ડો પ્રકાશભાઈ ભટ્ટ, ભારતીબેન ગાંધી, મહેશભાઈ ચુડાસમા, જસમેરભાઈ ખંભોજ, માધવભાઈ મજીઠિયા સહિત મહેમાનો, શુભેચ્છકો જોડાયા હતા.રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.