વિદેશી ફ્લાઇટ અને કસ્ટમ્સ-ઇમિગ્રેશન સુવિધા શરૂ કરો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રમાં રજૂઆત
રાજકોટની ભાગોળે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ માત્ર કોણીએ ગોળ ચોંટાડવાની વાત જેવું જ સાબિત થઇ ગયું છે. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટથી ગણ્યા ગાઠ્યા શહેરોની માત્ર બે એરલાઇન્સની ફ્લાઇટ ઊડી રહી છે. સૌરાષ્ટ્રના લોકોને વિદેશ જવા માટે અમદાવાદથી અથવા તો મુંબઇથી ફ્લાઇટ પકડવી પડે છે.
રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા છતાં પણ કોઇ વિદેશની ફ્લાઇટ શરૂ કરવામાં આવી નથી. ત્યારે રાજકોટથી સીધી વિદેશની ફ્લાઇટ શરૂ કરવા તેમજ કસ્ટમ્સ-ઇમિગ્રેશનની સુવિધાઓ તાત્કાલિક શરૂ કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કેન્દ્રીય તેમજ રાજ્યના ઉડ્ડયન મંત્રી અને સંસદ સભ્યને રજૂઆત કરી છે.ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં રાજકોટ વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ટૂરિઝમનું હબ હોવાથી વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને લોકોને છેક અમદાવાદ કે મુંબઇ સુધી લાંબુ થવું પડી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.