રૈયા રોડની સરકારી જમીનમાં કોર્પોરેટરના ભાઈ ઉપરાંત અન્ય 100થી વધુના દબાણો
તંત્રને રૈયા સરવે નં.156 પૈકીની જમીનમાં માત્ર એક જ દબાણ દેખાયું?
તમામ દબાણકારોને નોટિસ આપી દબાણો દૂર કરાશે: કલેક્ટર
રાજકોટના રૈયા રોડ પર રૈયા સરવે નં.156 પૈકીની ટી.પી.સ્કીમ નં.22 અને એફ.પી.પ્લોટ નં.2/1/2ના યુએલસી ફાજલ પ્લોટમાં વર્ષોથી ખડકાયેલા હોટેલના દબાણ મુદ્દે પશ્ચિમ મામલતદારે નોટિસ આપ્યા બાદ અંદાજે 100થી વધુ દબાણો હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. ત્યારે પશ્ચિમ મામલતદારે આ મુદ્દે તપાસ કરી બીજા દબાણકારોને હવે નોટિસ અપાશે તેમ જણાવ્યું હતું.
રાજકોટના રૈયા રોડ પર સીતારામ ચોક પાસે મેઇન રોડ પર યુએલસી ફાજલના પ્લોટમાં કોર્પોરેટર જીતુ કાટોળિયાના ભાઇ રાજુભાઇએ રેસ્ટોરન્ટનું દબાણ કરી ભાડે આપી દીધાની હકીકત ધ્યાનમાં આવતા પશ્ચિમ મામલતદાર તંત્રે નિલુ ગાર્ડન હોટેલના સંચાલકને નોટિસ આપી 6 દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી હતી ત્યારે આ જગ્યા પર અડધો ડઝનથી વધુ કોમર્સિયલ અને રહેણાક દબાણો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.