રાજકોટની A+ ગ્રેડ ખાનગી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી 800, સરકારની B ગ્રેડ યુનિ.માં માત્ર 4 જ!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો A ગ્રેડ હતો ત્યારે 20થી વધુ વિદેશી વિદ્યાર્થી ભણતા, B ગ્રેડ થતાં જ ઘટી ગયા, રાષ્ટ્રીય સ્તર પર રેન્કિંગ પણ ઘટ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે. એકબાજુ શહેરની ખાનગી યુનિવર્સિટીમાં 800થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જ્યારે બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માત્ર 4 જ વિદેશી વિદ્યાર્થી ભણતા હોવાનું જાણવા મળ્યું છે. એક સમયે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વર્ષ 2014માં A ગ્રેડ મળ્યો હતો ત્યારબાદ વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.