વિરપુરમા નાગાબાવાની ગેંગ ફરી સક્રિય, શિક્ષક બાદ ખેડૂતને આશીર્વાદ આપવાના બહાને બોલાવી ચેન તોડી ફરાર…
હમકો શિવજીકા મંદિર જાના હૈ, તુમ નજદીક આઓ, મેં તુમ્હે આશીર્વાદ દેતા હું.કહી લુંટ કરી ગઠીયો રફુચક્કર..
વિરપુર તાલુકાના ડેભારી ગામના શિક્ષક બે માસ અગાઉ ગંધારી ગામ પાસે શિક્ષકને આશીર્વાદ આપવાના બહાને નજીક બોલાવી કારમાં નાગાબાવાના સ્વાંગમાં બેઠેલો ગઠિયો સોનાની ચેઇન તોડીને કાર લઇને ભાગી ગયો હતો તો બીજી તરફ વરધરા ગામના ખેડૂતને "શિવજીકા મંદિર કહાં હૈ "કહીં કાર પાસે બોલાવી ચેઈન વીંટી તોડી કાર લઈને ભાગી ગયો હતો જે અંગે બંને વ્યક્તિઓ દ્રારા વિરપુર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરીયાદ નોધાઈ છે ત્યારે મળતી વિગતો અનુસાર છેલ્લા કેટલાક માસથી વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં નાગાબાવાના સ્વાંગમાં આવતી ઠગ ટોળકી ફરીથી આજે સક્રિય થઇ છે વિરપુરના વરધરા ગામના ખેડૂત રમણભાઈ નાથાભાઈ પટેલ વિરપુરથી દુધ લઈ પરત વરધરા ગામે આવી રહ્યા હતા તે દરમ્યાન બાલાસિનોર બાજુથી વાહનો આવતા હોઈ ચાલુ બાઈક ઊભા રહ્યા હતા તે સમય વિરપુર બાજુથી સફેદ કલર ની ફોરર્વ્હિલ ગાડી આવી જેના કાચ ઉપર બ્લેક ફિલમ લગાવેલ હતી જેનો કાચ ખોલી કારમાં ડ્રાઇવર સીટ પર ૩૦ વર્ષનો યુવક બેઠો હતો. બાજુની સીટ પર એક ઠગ નાગાબાવાના સ્વાંગમાં હથીયાર લઈ બેઠો હતો નાગાબાવાએ ખેડુત ને પૂછ્યું હતું કે ઇધર શિવજીકા મંદિર હૈ ના પ્રશ્ન કર્યા હતા સામે ખેડૂતએ જવાબ આપતા સંભળાતું નથી નજીક આવવા જણાવ્યું જેથી અજાણ્યા માણસ ની મદદ કરવા ની ભાવના સાથે તેઓ ગાડી ની નજીક ગયા અને કાચ ની અંદર જોતા ધારદાર મોટું એક ઘાતક હથિયાર સાથે એક નગ્ન અવસ્થા નો વ્યક્તિ ને જોતાજ ખેડુત ગભરાઈ ગયા હતા અને ભાન ભૂલ્યા હતા અને તેમના ગળામાં પહેરેલ સોનાની ચેઇન અને હાથ ની આંગળી મા રહેલ વીંટી કાઢી લીધી હતી તો બીજી તરફ નાગાબાવાએ આશીર્વાદ આપવાના બહાને બે માસ અગાઉ ડેભારી ગામના શિક્ષક ત્યાર પછી વરધરા ગામના ખેડૂતને માથા પર હાથફેરવી તેમના ગળામાંથી સોનાની ચેઇન અને વીંટી તોડી લીધી હતી. અને ડ્રાઇવરે કાર બાલાસિનોર તરફ ભગાડી દીધી હતી જે અંગે વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારમાં બંન્ને આરોપીની શોધખોળ હાથ ધરી છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.