કેરળમાં જોવા મળ્યો મગજને અસર કરતો વાયરસ:8 મહિનામાં 15 કેસ, 5નાં મોત; પુણેમાં ઝિકા વાયરસના સાત નવા કેસ મળ્યા
કેરળમાં મગજને અસર કરતા નવા વાયરસની ઓળખ કરવામાં આવી છે. કેરળ સરકારે તેને અમીબિક મેનિન્ગોએન્સફાલીટીસ નામ આપ્યું છે. આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે 7 ઓગસ્ટના રોજ મોડી રાત્રે જણાવ્યું હતું કે, જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વાયરસના કુલ 15 કેસ નોંધાયા છે. જેના કારણે 5 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ, પુણેમાં પણ બે મહિનામાં ઝિકા વાયરસના વધુ સાત નવા કેસ નોંધાયા છે. જેમાં 6 ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે. કેરળના નવા વાયરસ પર મેડિકલ બોર્ડની રચના
કેરળમાં 2016માં એમોબિક મેનિન્ગોએન્સફાલીટીસનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ પછી 2019, 2020 અને 2022માં એક-એક કેસ જોવા મળ્યો હતો. આ તમામ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આ રોગમાં દર્દીને તાવ, માથાનો દુખાવો, ઊલટી અને માનસિક આંચકા આવે છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, નવા વાયરસને લઈને મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે, જે કેસ પર નજર રાખી રહ્યું છે. જો કે હજુ સુધી કોઈ માર્ગદર્શિકા બનાવવામાં આવી નથી, પરંતુ કેન્દ્ર સરકારે વાયરસની સારવાર માટે દવાઓ સપ્લાય કરી છે. તેમજ જર્મનીથી દવાઓ ખરીદવામાં આવી રહી છે. આ વાયરસના સૌથી વધુ 7 કેસ તિરુવનંતપુરમમાં નોંધાયા છે. એમોબિક મેનિન્ગોએન્સફાલીટીસ વાયરસ શું છે?
આ વાયરસને 'પ્રાઈમરી એમોબીક મેનિન્ગોએન્સફાલીટીસ' એટલે કે PAM તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વાયરસ ગંદા પાણીમાં જોવા મળતા પ્રી-લિવિંગ અમીબાના કારણે થાય છે. તે નાકની પાતળી ચામડી દ્વારા શરીરમાં પ્રવેશે છે. અમેરિકાના સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ અનુસાર, આ વાયરસને બ્રેઈન ઈટિંગ અમીબા પણ કહેવામાં આવે છે. પુણેમાં પણ ઝિકા વાયરસના 8 નવા કેસ મળી આવ્યા
બુધવારે મહારાષ્ટ્રના પુણેમાં ઝિકા વાયરસના 8 નવા કેસ મળી આવ્યા હતા. જેમાં 6 ગર્ભવતી મહિલાઓનો સમાવેશ થાય છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, જૂનથી અત્યાર સુધીમાં લગભગ 81 કેસ નોંધાયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં આ વાયરસને કારણે 4 દર્દીઓના મોત થયા છે. જો કે આ તમામ દર્દીઓ અન્ય રોગોથી પણ પીડિત હતા. ઝિકા વાયરસ શું છે?
ઝીકા વાયરસ એડીસ મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. આમાં જીવ આપણા કોષોનો ઉપયોગ પોતાની ઘણી નકલો બનાવવા માટે કરે છે. આ રોગની મુશ્કેલી એ છે કે મોટાભાગના ચેપગ્રસ્ત લોકોને ખબર નથી હોતી કે તેઓ ઝિકા વાયરસથી સંક્રમિત છે. હકીકતમાં, ઝિકા વાયરસના લક્ષણો ખૂબ જ હળવા હોય છે. આ હોવા છતાં તે સગર્ભા સ્ત્રીઓને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે. આ વાયરસને કારણે ગર્ભનું મગજ સંપૂર્ણ રીતે વિકસિત નથી થતું. ઝિકા વાયરસના લક્ષણો શું છે?
ઝિકાથી સંક્રમિત મોટાભાગના લોકો કોઈ લક્ષણો દર્શાવતા નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, ઝિકા વાયરસથી સંક્રમિત 5માંથી માત્ર 1 વ્યક્તિમાં લક્ષણો દેખાય છે. જે લક્ષણો જોવા મળે છે તે એટલા સામાન્ય છે કે અનુમાન લગાવવું મુશ્કેલ બની જાય છે કે તે ઝિકા વાયરસના કારણે છે. સગર્ભા સ્ત્રીના ગર્ભને વધુ જોખમ
ઝિકા વાઇરસ સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓને અસર કરે છે. આ વાયરસ સ્ત્રીના ગર્ભને પણ સંક્રમિત કરી શકે છે અને તેના વિકાસમાં અવરોધ લાવી શકે છે. સગર્ભા સ્ત્રીમાં ઝિકા વાયરસ પ્લેસેન્ટા દ્વારા ગર્ભ સુધી પહોંચી શકે છે. ઝિકા માઇક્રોસેફાલી જેવી જન્મજાત તબીબી સ્થિતિ સાથે બાળકનો જન્મ કરાવી શકે છે. માઈક્રોસેફલીનો અર્થ એવો થઈ શકે છે કે બાળકનું મગજ યોગ્ય રીતે વિકસિત થયું નથી. આ બાળકોનું માથું પણ દેખાવમાં સરેરાશ કરતા નાનું હોય છે. આ સિવાય આ લક્ષણો પણ થઈ શકે છે...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.