શહેરો માં પેવર બ્લોક અને ગામડા ઓમાં ગારો વિકાસ ની અસમાનતા દૂર કરી ગામડા ભાંગતા અટકાવો
શહેરો માં પેવર બ્લોક અને ગામડા ઓમાં ગારો
વિકાસ ની અસમાનતા દૂર કરી ગામડા ભાંગતા અટકાવો
દામનગર તાજેતર માં રાષ્ટ્રીય ગ્રામ્ય સ્વરાજ અભિયાન તાલીમ અંતર્ગત લાઠી તાલુકાના તમામ સરપંચશ્રીઓ ને ગત તા ૦૩/૦૮/૨૪ ના તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગામડાનો કેવી રીતે વિકાસ કરવો તેવી ગ્રાન્ટ વિશેની સમજ આપવામાં આવી હતી જેમાં ગામડાનો કેવી રીતે વિકાસ કરવું તેમાં સરપંચ શ્રીઓને મુજવતા પ્રશ્ને અભિપ્રાયો અંગે કંઈ પ્રશ્ન હોય તે પણ આપવા જણાવવામાં નું કહેવાયું જતું જેમાં શાખપુર જાગૃત સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા વિસ્તૃત રજૂઆત કરી ગામડામાં અપાતી ૧૫ માં નાણાપંચ ની ગ્રાન્ડ ટાઈડ અને અન ટાઈડ ગ્રાન્ટ ગામડા ની પ્રાથમિક જરૂરિયાત મુજબ માત્ર પાણીની ને ગટરની પાઇપલાઇન જ નહીં પણ રોડ રસ્તાના કામો પણ આ ગ્રાન્ટ માંથી વાપરવામાં મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને ગામડાના પ્રશ્નોને ધ્યાને લઈ આ ગામડા ઓની વાસ્તવિક જરૂરિયાતો માં સરકાર ની ના ઇલાઇદા મંજૂરી ઓ મેળવી ગ્રાન્ટ ગમે ત્યાં વાપરી શકાય તો જ ખરા અર્થમાં ગ્રામીણ વિકાસ થઈ શકે તેવી ધારદાર રજૂઆત શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણે કરી હતી અને તેને પાડરશીંગા સરપંચ રણજીતભાઈ ખુમાણ અને તમામ સરપંચોએ આ રજૂઆતને ખૂબ આવકારી અને સમર્થન આપ્યું હતું અત્યારે હાલ ગુજરાત સરકાર સિટીમાં પેવર બ્લોકને ખૂબ પ્રાધાન્ય આપી રહી છે ત્યારે ગામડામાં ગારો દૂર થાય અને પાકા રસ્તા ઓથી ગામડા ઓનો વિકાસ થાય શહેરો માં પેવર બ્લોક અને ગામડામાં ગારો નો દેકારો બંધ થાય તેવી અસરકરક રજુઆત કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.