*નેત્રંગના ફૂલવાડી ગામ ની ગોચર જમીન વીજકંપનીને ફાળવવા સામે ગ્રામજનો નો વિરોધ...* *ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી ઠરાવ રદ કરવા માંગ કરી...* - At This Time

*નેત્રંગના ફૂલવાડી ગામ ની ગોચર જમીન વીજકંપનીને ફાળવવા સામે ગ્રામજનો નો વિરોધ…* *ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી ઠરાવ રદ કરવા માંગ કરી…*


*નેત્રંગના ફૂલવાડી ગામ ની ગોચર જમીન વીજકંપનીને ફાળવવા સામે ગ્રામજનો નો વિરોધ...* *ગ્રામજનોએ આવેદનપત્ર પાઠવી ઠરાવ રદ કરવા માંગ કરી...*

નેત્રંગ તાલુકા ના ફુલવાડી ની ગોચર અને ખરાબા ની જમીન જી. ઇ.બી.ને ફાળવવા સામે ગ્રામજનોએ વિરોધ કરી નેત્રંગ મામલતદાર ને રાજ્યપાલ ને સંબોધેલ આવેદનપત્ર ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ ની આગેવાનીમાં પાઠવી ગ્રામસભાનો આ ઠરાવ રદ કરવાની માંગ કરવામાં આવી છે.... ગ્રામજનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવાયું છે કે થવા ગ્રામ પંચાયત દ્રારા ગામજનોની પરવાનગી બહાર જીઇબી ને રેવન્યુ ખાતાની ખરાબાની જમીન ફાળવણી ગ્રામસભાના ઠરાવમાં લીધેલ છે. ફુલવાડી ગામના લોકોની જાણ બહાર લોકોને અંધારામાં રાખીને થવા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ફુલવાડી ગામના લોકોની સહી/ અંગુઠા કરાવી ને તા. ૦૫/૦૬/ ૨૦૨૩ ના ગ્રામસભાના ઠરાવ કરાવામા આવેલ છે.જેમાં. કુલવાડી ગામની સીમમાં આવેલ રેવન્યુ ખરાબાની ગૌચરની જમીન થવા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા ગામજનોને અંધારામાં રાખીને ખોટી સહી/અંગુઠા કરાવી ગ્રામજનોની પરવાનગી બહાર જઈને થવાના સરપંચ દ્વારા જીઇબી ને ગોચર ખરાબાની જમીન ફાળવણી કરી આપવાનો ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવેલ છે.. જેનો સખ્ત વિરોધ કરીએ છીએ. ફુલવાડી ગામના ગ્રામજનો ગોચર ખરાબાની જમીનમાં વર્ષોથી પશુઓ ચરાવતા આવેલ છે અને આ ગોચર જમીન સિવાય બીજી કોઈ ખરાબાની જમીન આવેલ નથી. જેથી થવા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોની પરવાનગી બહાર જીઇબી ને રેવન્યુ ખાતાની ખરાબાની જમીન ફાળવણીના ગ્રામસભાના ઠરાવ ને રદ કરવા ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.... તેમજ તે રદ કરવામાં નહી આવે તો ફુલવાડી ના તમામ ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે....


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.