દામનગર પાલિકા તંત્ર ની ઢોર નિયમન અંગે અસમંજસ રેઢિયાર ઢોર ની ગ્રાન્ટ પછી વ્યવસ્થા નહિ રેઢિયાળ ઢોર નાં ડબ્બા ગોંદરા ધણકેડા ગૌચર સમાપ્ત ને બદનામ પશુપાલોકો ? દામનગર શહેર નાં વેજનાથનગર વૃદ્ધ મહિલા નું ઢોર ની ઢીક થી મોત આ માટે જવાબદાર કોણ ? - At This Time

દામનગર પાલિકા તંત્ર ની ઢોર નિયમન અંગે અસમંજસ રેઢિયાર ઢોર ની ગ્રાન્ટ પછી વ્યવસ્થા નહિ રેઢિયાળ ઢોર નાં ડબ્બા ગોંદરા ધણકેડા ગૌચર સમાપ્ત ને બદનામ પશુપાલોકો ? દામનગર શહેર નાં વેજનાથનગર વૃદ્ધ મહિલા નું ઢોર ની ઢીક થી મોત આ માટે જવાબદાર કોણ ?


દામનગર પાલિકા તંત્ર ની ઢોર નિયમન અંગે અસમંજસ રેઢિયાર ઢોર ની ગ્રાન્ટ પછી વ્યવસ્થા નહિ

રેઢિયાળ ઢોર નાં ડબ્બા ગોંદરા ધણકેડા ગૌચર સમાપ્ત ને બદનામ પશુપાલોકો ?

દામનગર શહેર નાં વેજનાથનગર વૃદ્ધ મહિલા નું ઢોર ની ઢીક થી મોત આ માટે જવાબદાર કોણ ?

દામનગર શહેર ની નગરપાલિકા તંત્ર નું તક્કડમ રેઢિયાર ઢોર નિયમન ની લાખો ની ગ્રાન્ટ મેળવ્યા પછી પણ વ્યવસ્થા નહિ કરતા રેઢિયાર ઢોર ના નામે બદનામ પશુ પાલકો માટે ભારે અસમંજસ ઊભી કરતું તંત્ર રોડ ઉપર બેચતા દરેક ઢોર માલિકી માં છે કે રેઢિયાર ? તેની ઓળખ કોણ કરશે ? દામનગર શહેર નાં સરદાર ચોક અજમેરા શોપિંગ રાભડા રોડ ૨૧ નાળા વચ્ચે સીતારામનગર પુલ વચ્ચે શાક માર્કેટ ભુરખીયા ચોકડી સહિત નાં વિસ્તારો માં રસ્તા વચ્ચે ૨૪ કલાક અડીંગો જમાવતા ઢોર મુદ્દે રાહદારી ઓ માટે વાહન તો દૂર ચાલવા માં પણ ભારે અગવડ ઊભી થઈ રહી છે પાલિકા તંત્ર પોતા ની કામ જવાબદારી પૂર્વક કરે તો સમસ્યા ઉકેલાય પણ પાલિકા તંત્ર ની નિયત માં ખોટ રેઢિયાળ ઢોર અને માલિકી નાં ઢોર વચ્ચે અસમંજસ દૂર કરાય તો ચોંકાવનારી સ્થિતિ સામે આવે તેમ છે દામનગર નગર પાલિકા પોતા ના ડબ્બા માં કેમ રેઢિયાળ ઢોર નથી પૂરતી ? ગુજરાત સરકાર તરફ થી ઢોર નિયમન ની લાખો ની ગ્રાન્ટ ક્યાં વપરાય ? વિકાસ નાં નામે ગોંદરાં ધણકેડા ઢોર પૂરવા નાં ડબ્બા બંધ થયા મોટા વિસ્તાર માં અસંખ્ય પશુ પાલકો ને ઢોર માટે વાડા રજીસ્ટર નિભાવી વાડા ની જોગવાઇ છતાં ગોદરા ગૌચર ધણકેડા ઓના દબાણ સહિત ની પીડા ભોગવતા પશુ પાલકો ના હક્ક અધિકાર ક્યાં સુધી સમાપ્ત કરશો અને શહેરીજનો ને આવી પીડા ક્યાં સુધી સહન કરવાની ? દામનગર નાં વૃદ્ધ મહિલા નું ઢોર ની ઢીક થી મોત નીપજ્યું પણ તંત્ર નાં પેટ નું પાણી પણ હલતું નથી ત્યારે પાલિકા તંત્ર ની આવી બેદરકારી થી શહેરીજનો એ આવા અકસ્માતો થી મોત ને ભેટતા જોતા રહેવાનો રહેશે ? શાળા એ જતા વિદ્યાર્થી ઓ મહા મુશ્કેલી એ રસ્તા ઉપર ચાલી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર એ શરમ કેમ આવતી નહિ હોય ?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.