દેવગઢ બારિયા કોલેજ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઇ - At This Time

દેવગઢ બારિયા કોલેજ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઇ


વાય.એસ.આર્ટ્સ એન્ડ કે.એસ.શાહ કોમર્સ કોલેજ, દેવગઢ બારિયા જિ – દાહોદમાં ‘ વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ભાઈ – બહેનો તેમજ સમગ્ર કોલેજ પરિવાર જોડાયો હતો. વિદ્યાર્થી યુનિયનના કો – ઓર્ડીનેટર પ્રો. આર .બી.પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. આરંભે કોલેજના ઈ. પ્રિન્સીપાલશ્રી ડૉ. એમ.એન. ગોહિલ સૌને આવકારી પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યું હતું. હિન્દી વિભાગના ડૉ.ડી.એમ.વણકર ‘ઠક્કરબાપા’ અને ડૉ. એસ.બી.પટેલ ‘યોજનાઓ’ સંદર્ભે પ્રકાશ પાડયો હતો. ગુજરાતી વિભાગના પ્રા. એમ.સી. નિસરતા ‘શ્રીગોવિંદ ગુરૂ’ અને ‘આદિવાસી સંસ્કૃતિ’ બાબતે રસપ્રદ ચર્ચા કરી હતી. ડૉ. અંબાલાલ એસ. રાઠવા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી શા માટે ? ક્યારથી ઉજવામાં આવે છે તેનો સંક્ષિપ્ત ઈતિહાસ રજૂ કર્યો હતો.અર્થશાસ્ત્ર વિભાગના ડૉ. આર.કે.પટેલ સ્પર્ધકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રસ્તુત ઉજવણી સંદર્ભે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમાંકે વૈષ્ણવી ગોપાલસિંહ બારિયા દ્વિતીય ક્રમાંકે રાઠવા હંસાબેન નરવતભાઈ અને તૃતીય ક્રમાંકે બારિયા દિવ્યાબેન અરવિંદભાઈ વિજેતા રહ્યા હતા. સંસ્કૃત વિભાગના અધ્યક્ષશ્રી પ્રા. દિનેશભાઈ આર.પટેલ આભારવિધિ દ્વારા કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.