સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચોરાયેલ મોબાઈલ શોધી મુળ માલીકને અર્પણ કર્યાં. - At This Time

સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચોરાયેલ મોબાઈલ શોધી મુળ માલીકને અર્પણ કર્યાં.


ફુલ મોબાઈલ નંબર 15 કિ.રૂ.2,85,000 ના મુદ્દામાલ રિકવર કરી નાગરિકોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી પરત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડયુલમા લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ ડીવાઇસને લોક, અનલોક અને ટ્રેસ કરવા માટે પોર્ટલ લોન્ચ કરવામા આવેલ છે જે પોર્ટલનો વધુમાં વધુ ઉપયોગ કરી નાગરીકોના મોબાઇલ રીકવર કરવા બાબતે પોલીસ અધિક્ષક ડૉ.ગીરીશ પંડયા સાહેબ તથા ડીવાયએસપી વી. બી. જાડેજા સાહેબની જરૂરી સુચના માર્ગદર્શન હેઠળ જીલ્લાના પોલીસ સ્ટેશનો પાસે CEIR પોર્ટલની કામગીરી કરાવવા સારૂ સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ. એમ. ચુડાસમા, વાયરલેસ પીએસઆઇ યુ. બી. પટેલ, બિંદુબા પી ઝાલા, ભુપેન્દ્રભાઈ, પરેશભાઈ, કિશનભાઇ સહિત સમગ્ર ટીમ દ્વારા જે અન્વયે ગુમ, ખોવાયેલ, ચોરાયેલ મોબાઈલ ફોનની સમયસર CEIR મોડયુલમા એન્ટ્રી કરી ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ કરતા અરજદાર બાવળિયા ઉમેશભાઈ અશોકભાઈ રહે વઢવાણ, સરફરાજ અજીજ જીન્દાની રહે સુરેન્દ્રનગર, સુમિતકુમાર પટેલ રહે વણોદ, ઉમેશભાઈ સીસા રહે સુરેન્દ્રનગર, ઈરફાનભાઇ કલાડિયા રહે થાનગઢ, ઉષાબેન મુલીયા રહે ધાંગધ્રા, શકીલભાઈ, જીતેન્દ્રભાઈ ડામોર, કનૈયાલાલ મકવાણા, સંજયભાઈ ગોહિલ રહે રાણપુર, રમજાનભાઈ જેડા રહે સુરેન્દ્રનગર, મહમદભાઈ કોરડીયા, જયેશભાઈ કણજારીયા રહે વઢવાણ, ઋતિકભાઇ ઓડિયા રહે લખતર, બીપીનભાઈ રાઠોડ રહે સુરેન્દ્રનગર સહિતના કુલ મોબાઇલ નંગ ૧૫ જેની આશરે કિ.રૂ.૨,૮૫,૦૦૦ ના રીકવર કરી સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવેલ જેઓના નામ નીચે મુજબ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.