લીલીયા પોલીસ દ્વારા સાઇબર ક્રાઈમ અંગે વિનિયન અને વાણિજ્ય કોલેજ તેમજ અમૃત બા વિદ્યાલય ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
લીલીયા પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ ફેલાય તેવા શુભ હેતુથી સાયબર ક્રાઇમ અંગે જન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં લીલીયા ની વિનિયમ અને વાણિજ્ય કોલેજ ખાતે પ્રિન્સિપાલ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ પ્રોફેસર સુભાષભાઈ આડેદરા ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયેલ તેવી જ રીતે અમૃત બા વિદ્યાલય ખાતે પ્રિન્સિપાલ હસમુખભાઈ કરડ ની ઉપસ્થિતિમાં સાઇબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતતા આવે અને સાયબર ગુનાઓ અટકે એ સંદર્ભે લીલીયા પોલીસ સ્ટેશનના P.S.I.એસ.આર ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રશ્નોત્તરી થઈ તેમ જ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 જાહેર કરવામાં આવેલ તેમજ પોલીસ દ્વારા વિવિધ થતા ફ્રોડ વિશે વિદ્યાર્થી ઓને માહિતગાર કરવામાં આવેલ તેમજ તેમાંથી બચવાના ઉપાયો પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવેલ આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ આ તકે લીલીયા પોલીસ સ્ટેશનના સંજયભાઈ ઇટાલીયા,ભૂજ બલદાન ગઢવી,દીપકભાઈ ગોહિલ,જીતેન્દ્રભાઈ ગંગલ,દ્વારા વિવિધ સાયબર ક્રાઇમને લગત માહિતીઓ અપાઈ તેમ ઈમરાન પઠાણ નો અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.