વાયનાડ ભૂસ્ખલનમાં હજુ પણ 138 લોકો ગુમ:10મા દિવસે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ; PM મોદી 10 ઓગસ્ટે પીડિતોને મળી શકે
કેરળના વાયનાડમાં 29 જુલાઈએ મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનમાં 138 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે (8 ઓગસ્ટ) સતત 10મા દિવસે બચાવ કામગીરી ચાલુ રહી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 413 લોકોનાં મોત થયાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીડિતોને મળવા શનિવારે (10 ઓગસ્ટ) વાયનાડ જશે. વડાપ્રધાનની વિશેષ ફ્લાઇટ કન્નુરમાં ઉતરશે. કન્નુરથી પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. આ પછી તે રાહત શિબિરોમાં પીડિતોને મળશે, જ્યાં 10 હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. મોદીની મુલાકાતને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમની મુલાકાત પછી, વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આફત (લેવલ-3 ડિઝાસ્ટર) જાહેર કરવામાં આવી શકે છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે (7 ઓગસ્ટ) લોકસભામાં આ માગ કરી હતી. રાહુલ-પ્રિયંકા 1 ઓગસ્ટના રોજ વાયનાડ ગયા હતા
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી 1 ઓગસ્ટના રોજ વાયનાડ પહોંચ્યા હતા. અહીં તેઓ 2 દિવસ સુધી પીડિતોને મળ્યા હતા. તેમજ દિલ્હીમાં વાયનાડ ભૂસ્ખલનનો મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી. રાહુલે કહ્યું હતું કે ભૂસ્ખલનમાં કેન્દ્રીય સહાય વધારવી જોઈએ. તેમણે વાયનાડમાં પીડિતો માટે 100થી વધુ ઘર બનાવવાની પણ જાહેરાત કરી હતી. વાયનાડમાં 29-30 જુલાઈના રોજ સવારે 2 અને 4 વાગ્યાની આસપાસ મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ગામમાં ભૂસ્ખલન થયું હતું. મકાનો, પુલ, રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.