નાગ ચૈતન્ય- શોભિતા ધુલીપાલાએ કરી સગાઈ:પિતા નાગાર્જુને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી, 2021માં સામંથા જોડે છૂટાછેડા લીધા હતા - At This Time

નાગ ચૈતન્ય- શોભિતા ધુલીપાલાએ કરી સગાઈ:પિતા નાગાર્જુને સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી, 2021માં સામંથા જોડે છૂટાછેડા લીધા હતા


સાઉથના સુપરસ્ટાર નાગ ચૈતન્યએ એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા સાથે સગાઈ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ નાગ ચૈતન્યના પિતા નાગાર્જુનના ઘરે એક પ્રાઇવેટ સેરેમનીમાં સગાઈ કરી હતી. નાગાર્જુનનું ઘર હૈદરાબાદના પોશ વિસ્તાર જ્યુબિલી હિલ્સમાં આવેલું છે. નાગાર્જુને પોતે દીકરાની સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને આશીર્વાદ આપ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'હું મારા પુત્ર નાગ ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાની સગાઈની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અનુભવું છું. બંનેએ સવારે 9.42 વાગ્યે સગાઈ કરી હતી. અમે શોભિતાનું પરિવારમાં સ્વાગત કરીએ છીએ. બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર સગાઈ માટે નાગ ચૈતન્યએ પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાંથી એક દિવસનો બ્રેક લીધો છે. સામંથા જોડે છૂટાછેડા લીધા પછી જ નાગ ચૈતન્યનું નામ શોભિતા સાથે જોડાવા લાગ્યું. બંને ઘણી ઈન્ટરનેશનલ ટ્રીપ્સ પર સાથે સમય પસાર કરતા જોવા મળ્યા છે. આ સિવાય ચૈતન્ય એ જ હોટલમાં ઘણી વખત જોવા મળ્યો હતો જ્યાં શોભિતા તેની ફિલ્મ 'મેજર'ના પ્રમોશન માટે રોકાઈ હતી. શોભિતાએ પોતાનો જન્મદિવસ પણ હૈદરાબાદમાં જ ઉજવ્યો હતો. આ પછી પણ નાગ અને શોભિતા ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા હતા. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. 8.8.8 એટલે શું?
8.8.8 આ આજની તારીખ છે, જે અમારા બધા માટે ખાસ છે, આજના દિવસે આ બન્નેના અમર્યાદિત પ્રેમની શરૂઆત થઈ છે, અભિનંદન, એ નોંધનીય છે કે, 8.8.8 નો નાગાર્જુને એટલા માટે ઉલ્લેખ કર્યો છે કે, કેમ કે 8 ની નિશાનીનો મતલબ 'અનહદ' થાય છે કોણ છે શોભિતા ધુલિપાલા?
શોભિતાનો જન્મ 31 મે 1992માં આંધ્રપ્રદેશમાં તેલુગુ પરિવારમાં થયો છે, શોભિતાએ ઈકોનોમિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવેલી છે, તેણે મોડલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, તેણે 2023માં 'મિસ ઇન્ડિયા' અર્થનો ખિતાબ જીત્યો હતો. તે 2016માં આવેલી ફિલ્મ 'રમણ રાઘવ 2.0'માં જોવા મળી હતી. લગ્નની ચોથી વર્ષગાંઠ પહેલા છૂટાછેડા થયા હતા
સામંથા રુથ પ્રભુ અને નાગ ચૈતન્યના લગ્ન 6 ઓક્ટોબર 2017ના રોજ ગોવામાં પહેલા હિંદુ રીતિ-રિવાજ મુજબ અને પછી 7 ઓક્ટોબરના રોજ ખ્રિસ્તી રીતિ-રિવાજથી થયા હતા. લગ્ન પછી સામંથાએ તેનું નામ બદલીને અક્કીનેની કરી દીધું હતું, જોકે, અલગ થવાના સમાચાર વચ્ચે, સામંથાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી અક્કીનેનીને હટાવીને તેનું નામ બદલીને સામંથા રૂથ પ્રભુ કરી દીધું હતું. 6 ઓક્ટોબર 2021ના રોજ બંનેના લગ્નના ચાર વર્ષ પૂરા થવાના હતા, પરંતુ તે પહેલા જ તેઓ અલગ થઈ ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.